મુંબઈ: ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સહાએ ફેબ્રુઆરીમાં થયેલી ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં એક પત્રકાર તેને ઈન્ટરવ્યુ આપવા માટે ધમકી આપી રહ્યો હતો. જોકે, તેણે પત્રકારનું નામ જાહેર કર્યું નહોતુ. આ મામલે વિવાદ વધતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફેબ્રુઆરીમાં જ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેની સામે સહાએ પત્રકાર બોરિયા મજુમદારનું નામ જણાવ્યું હતું.
હવે BCCIએ હોસ્ટ અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. BCCI દ્વારા રચાયેલી સમિતિમાં ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ સિંહ ધૂમલ અને એપેક્સ કાઉન્સિલના સભ્ય પ્રભતેજ સિંહ ભાટિયાનો સમાવેશ થાય છે. બોરિયાને હવે ભારતમાં પ્રેસના સભ્ય તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. ઉપરાંત તેઓ ભારતમાં નોંધાયેલા કોઈપણ ખેલાડીનો ઈન્ટરવ્યુ પણ લઈ શકશે નહીં. બીસીસીઆઇના કોઇ પણ સભ્યની સ્વામિત્વ ધરાવતી અસોસિયેશને ક્રિકેટ સુવિધાઓ મેળવી શકશે નહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સહાને ટીમમાં જગ્યા મળી નથી. તેના થોડા સમય પછી તેણે બોરિયા મજુમદાર સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. 19 ફેબ્રુઆરીના રોજ સહાએ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, "ભારતીય ક્રિકેટમાં મારા તમામ યોગદાન પછી મને કહેવાતા આદરણીય પત્રકાર તરફથી અપમાનનો સામનો કરવો પડ્યો છે! આ સારું પત્રકારત્વ જતું રહ્યું.
સહાનું ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું અને BCCI સમક્ષ પત્રકાર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ તપાસની માંગ કરી હતી. જે બાદ BCCI દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. સહાએ પહેલા પત્રકારનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમિતિ સમક્ષ તેણે નામ જાહેર કર્યું હતું.
નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......