Kane Williamson Injured ahead IND vs NZ Test Series 2024: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ બેંગલુરુમાં રમાવાની છે, પરંતુ તે પહેલા કીવી ટીમને મોટો ફટકો પડ્યો છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર કેન વિલિયમસન મોડા ભારત આવશે કારણ કે તે પેટના નીચેના ભાગમાં દુખાવાથી પરેશાન છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન વિલિયમસનને પહેલીવાર દુખાવો થયો હતો.                 

  


ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, વિલિયમસનને રમતા પહેલા પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કિવી ટીમના પસંદગીકાર સેમ વેલ્સે કહ્યું, "અમને જે સલાહ મળી છે તે એ છે કે કેન વિલિયમ્સન માટે શ્રેષ્ઠ વિકલ્પ આરામ કરવાનો છે અને રિહેબ કરાવવાનો છે, જેથી તેની ઈજા કોઈ ગંભીર સ્વરૂપ ન લે. અમને આશા છે કે રિહેબ સારુ થાય. તેથી વિલિયમસન શ્રેણીની આગામી મેચોમાં ઉપલબ્ધ થશે."           


વિલિયમસન આ વર્ષે ખૂબ જ સારા ફોર્મમાં છે. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 12 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 56.18ની શાનદાર એવરેજથી 618 રન બનાવ્યા છે. આ 12 ઇનિંગ્સમાં તેણે 3 સદી અને માત્ર 3 અડધી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં વિલિયમસનની ગેરહાજરીમાં ભારત માટે પ્રથમ ટેસ્ટ મેચ જીતવી આસાન બની શકે છે.             


કેન વિલિયમસનનું સ્થાન કોણ લેશે?
ન્યુઝીલેન્ડ માટે હજુ સુધી એકપણ ટેસ્ટ મેચ રમનાર માર્ક ચેપમેનને વિલિયમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવશે. ચેપમેન ન્યુઝીલેન્ડની સફેદ બોલની ક્રિકેટ ટીમનો અભિન્ન ભાગ રહ્યો છે અને તેણે તેની પ્રથમ શ્રેણીની કારકિર્દીમાં 41.9 ની સરેરાશથી રન બનાવ્યા છે. તેણે વર્ષ 2020માં ઈન્ડિયા A વિરૂદ્ધ પણ સદી ફટકારી હતી. દરમિયાન, માઈકલ બ્રેસવેલ બેંગલુરુમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ બાદ સ્વદેશ પરત ફરશે. તે હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે અને તે પછી ઈશ સોઢી અન્ય બે મેચોમાં બ્રેસવેલની જગ્યા લેશે.             


આ પણ વાંચો : Ranji Trophy: હવે આ દિગ્ગજ માટે ટીમ ઈન્ડિયામાં પરત આવવું અશક્ય છે! રણજી ટ્રોફી માટે તેની અવગણના કરવામાં આવી