KCA President on Sanju Samson: ચેમ્પિયન ટ્રોફી 2025 ની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે, જેના માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા દ્વારા 18 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ યાદીમાં સંજુ સેમસનનું નામ ન હોવાથી બધા ચાહકોના મનમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ બધા વચ્ચે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય હજારે ટ્રોફીને અવગણવાને કારણે સંજુ સેમસનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ અંગે કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) ના પ્રમુખ જયેશ જ્યોર્જે એક મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે સંજુ સેમસન વિજય હજારે ટ્રોફી 2024-25 માટે કેરળ ટીમમાં કેમ ન હતો.
કેસીએ જ્યોર્જનો મોટો ખુલાસો
આ બાબતે વાત કરતા કેરળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયેશ જ્યોર્જે જણાવ્યું હતું કે સંજુ સેમસને એક લાઇનના સંદેશ દ્વારા વિજય હજારે ટ્રોફી માટે પોતાની ગેરહાજરી અંગે માહિતી આપી હતી. જ્યોર્જે કહ્યું, સંજુ સેમસને અમને એક વાક્યના ટેક્સ્ટ મેસેજ દ્વારા કહ્યું કે તે 30 સભ્યોના તાલીમ શિબિરમાં હાજર રહેશે નહીં. તે તેમનો વ્યક્તિગત નિર્ણય હતો, અને બાદમાં તેમણે પસંદગી માટે તેમની ઉપલબ્ધતા વ્યક્ત કરી.
તેમણે આગળ કહ્યું, અમે હંમેશા માનતા હતા કે સેમસન ટીમનો કેપ્ટન બનવા માટે યોગ્ય છે, કારણ કે તે અમારો વ્હાઇટ-બોલ કેપ્ટન છે અને તેણે SMAT સીઝનમાં પણ કેપ્ટનશીપ કરી હતી. પરંતુ તેમનું વલણ એવું રહ્યું છે કે તે ત્યારે જ ઉપલબ્ધ થાય છે જ્યારે તેમની ઈચ્છા હોય,, જેના કારણે પસંદગી પ્રક્રિયા પર અસર પડી છે.
સેમસનનું લાસ્ટ સિરીઝનું પ્રદર્શન
ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. અહીં બંને ટીમો વચ્ચે 4 ટી20 મેચની શ્રેણી રમાઈ હતી. જેમાં સંજુ સેમસન બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. સેમસને 4 મેચમાં 72 ની સરેરાશથી 216 રન બનાવ્યા. સેમસને આ T20 શ્રેણીમાં 2 સદી પણ ફટકારી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા
આ પણ વાંચો....