મુંબઇઃ દેશભરમાં કોરોના વાયરસનો ખતરાને ધ્યાનમાં રાખીને હાલ બીસીસીઆઇએ આઇપીએલની નવી સિઝન 2020ને સ્થગિત કરી દીધી છે. IPL 2020ને 15 એપ્રિલ ટાળી દેવામાં આવી છે. હવે IPL 2020 રમાડવાને લઇને ઇંગ્લેન્ડના ક્રિકેટ દિગ્ગજ કેવિન પીટરસને જુલાઇ-ઓગસ્ટમાં રમાડવાનો પ્લાન બતાવ્યો છે.
એકબાજુ ક્રિકેટ ફેન્સ માની રહ્યાં છે, ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને એક ખાસ પ્લાન દર્શાવ્યો છે. તેમના મતે સ્થિતિ સુધરશે તો IPL 2020ને જુલાઇ અને ઓગસ્ટમાં રમાડી શકાય છે.
પીટરસને સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યુ કે જુલાઇ અને ઓગસ્ટમાં IPL 2020નું આયોજન કરી શકાય છે. પીટરસનના મતે IPL 2020 રમાવવી જ જોઇએ, કેમકે ક્રિકેટના દરેક ફેન્સ અને ખેલાડી આઇપીએલને રમાતી જોવા ઇચ્છે છે.
પીટરસને આખો પ્લાન બતાવતા કહ્યું આઇપીએલ રમાડવા માટે ટૂર્નામેન્ટ નાની કરવી પડશે, અને તે પણ ત્રણ સુરક્ષિત સ્ટેડિયમમાં રમાવવી જોઇએ.
મીડિયા રિપોર્ટનુ માનીએ તો આ વર્ષે જો આ ટૂર્નામેન્ટના થઇ તો આગામી વર્ષે યોજાનારી આઇપીએલનુ મેગા ઓક્શન પણ નહી થઇ શકે.
કોરોનાના ખતરાની વચ્ચે પીટરસને ક્યાં ને કઇ રીતે IPL રમાડવી તેનો આખો પ્લાન બતાવ્યો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2020 02:01 PM (IST)
કેવિન પીટરસને એક ખાસ પ્લાન દર્શાવ્યો છે. તેમના મતે સ્થિતિ સુધરશે તો IPL 2020ને જુલાઇ અને ઓગસ્ટમાં રમાડી શકાય છે
કેવીન પીટરશન સારો એન્ટરટેનર છે તેની સૌથી હાઇસ્કોર મેલબોર્ન સ્ટાર્સ માટે રમતા તે ત્રીજો સૌથી હાઇસ્કોર કરનાર ખેલાડી હતો તેણે 323 રન 159.11 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતો. 35 વર્ષીય ક્રિકેટરને ખરીદવા માટે ફેન્ચાઇજી મોટી રમક ચુકવાની તૈયારી બતાવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -