નવી દિલ્હીઃ ભારતીય ટીમે ગાબા મેદાન પર સ્ટાર ખેલાડીઓથી ભરેલી નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચી દીધો. ભારતની આ જીતની ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસંશા થઇ રહી છે. ત્યારે બધાની વચ્ચે ઇંગ્લિશ ઓલરાઉન્ડર કેવિન પીટરસને એક ટ્વીટ કર્યુ છે, અને આ ટ્વીટમાં ભારતને જશ્ન ના મનાવવાની સલાહ આપી છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ભારતીય ટીમને જીતના અભિનંદનની સાથે સાથે ચેતાવણી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે હવે ભારતની આગામી સીરીઝ ઇંગ્લેન્ડ સામે ભારતમાં જ રમાવવાની છે.



પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું- આ ઐતિહાસિક જીતનો જશ્ન મનાવો કેમકે આ તમામ પડકારો વિરુદ્ધ હાંસલ થઇ છે. પરંતુ અસલી ટીમ ઇંગ્લેન્ડ તો થોડાક અઠવાડિયા બાદ આવી રહી છે, જેને તમારે હરાવવી પડશે, તે પણ તમારા ઘરમાં. સતર્ક રહો, બે અઠવાડિયામાં બહુ વધારે પડતો જશ્ન મનાવવામાં સાવધાન રહો.



ઇંગ્લેન્ડની ટીમ આગામી ટેસ્ટી સીરીઝ ભારત સામે રમવાનુ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 5મી ફેબ્રુઆરીએ રમાશે. પહેલી અને બીજી ટેસ્ટ ચેન્નાઇમાં રમાવવાની છે. બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પછી અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઇટ ટેસ્ટ રમાશે, અને 4 માર્ચે આ જ મેદાન પર સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે.

ટેસ્ટ સીરીઝ બાદ 12 માર્ચથી પાંચ મેચોની ટી20 સીરીઝની શરૂઆત થશે. અંતમાં 23 માર્ચથી 3 મેચોની વનડે સીરીઝનું આયોજન થશે.