નવી દિલ્હીઃ ત્રણ વનડે મેચોની સીરીઝમાં છેલ્લી મેચમાં 4 વિકેટે હારનો સામનો કર્યા બાદ પોલાર્ડે એક મોટુ નિવેદન આપ્યુ છે. પોલાર્ડે ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરતા નંબર વન ટીમ હોવાનુ રાજ ખોલ્યુ છે. પોલાર્ડે આ નિવેદન કરીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભારતે સીરીઝ પર 2-1થી કબજો જમાવી દીધો છે.


વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ હાર બાદ પોતાની પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કેરેબિયન કેપ્ટન કીરોન પોલાર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, “મને લાગે છે કે, અમે સીરીઝમાં ઘણુ સારુ રમ્ય, પણ હા અમે ફિલ્ડિંગ અને બૉલિંગમાં થોડા નબળા પડ્યા, અને આ જ વસ્તુ ભારતીય ટીમમાં પણ દેખાઇ. જોકે, સમયની સાથે ભારતે અમને આ બાબતે પાછળ પાડી દીધા અને આગળ નીકળી ગયા. મને ખબર પડી કે ભારત કેમ છે નંબર વન ટીમ. બસ આ જ કારણ છે નંબર વન બનવાનુ.”



ઉપરાંત કીરોન પોલાર્ડે પોતાની ટીમના યુવા ખેલાડીઓની પણ પ્રસંશા કરતાં કહ્યું કે, અમારી પાસે ઘણી સારી પ્રતિભા છે. જે સમય જતાં પરિપક્વ થશે અને આગળ વધશે.



પોલાર્ડે કહ્યું સીરીઝમાં હેટમેયર, હૉપ અને પૂરનની શાનદાર બેટિંગ અને કૉટરેલની બૉલિંગ શાનદાર રહી.