મેચ દરમિયાન સ્ટેડિયમમાં આવ્યો કોહલીનો જબરો ફેન, આખા શરીર પર દેખાયા વિરાટના 16 ટેટૂ.........
abpasmita.in | 23 Dec 2019 07:55 AM (IST)
ખાસ વાત એ છે કે, બેહરાએ આ ટેટૂમાં વિરાટની ઉપલબ્ધિઓ સહિત જર્સી નંબર 18નું પણ ટેટૂ છે. તેને 2016થી ટેટૂ બનાવવાનુ શરૂ કર્યુ અને અત્યાર સુધી 16 ટેટૂ બનાવી લીધા છે
કટકઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગઇકાલે ઓડિશાના કટકમાં સીરીઝની અંતિમ અને નિર્ણયાક વનડે રમાઇ, ભારતે મેચ 4 વિકેટે જીતીને સીરીઝ પર કબજો જમાવી દીધો. જોકે, આ મેચ દરમિયાન એક ઘટના એવી ઘટી જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ. અહીં મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટનો એક જબરો ફેન દેખાયો હતો. વિરાટના આ જબરા ફેને તેના આખા શરીર પર વિરાટ કોહલીના ટેટૂ ત્રોફાવ્યા હતા. તેના શરીર ઉપર લગભગ 16 જેટલા વિરાટ કોહલીના ટેટૂ હતા, તે શર્ટ કાઢીને આ ટેટૂ બતાવતો પણ હતો. તેની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વિરાટના આ ફેનનુ નામ પિન્ટૂ બેહરા છે, તે ઓડિશાના બરહામપુરનો રહેવાસી છે. તેનુ કહેવુ છે કે તે ભારતની દરેક મેચ જોવા જાય છે અને વિરાટને ચીયર કરે છે. તે વિરાટનો મોટો ફેન છે. ખાસ વાત એ છે કે, બેહરાએ આ ટેટૂમાં વિરાટની ઉપલબ્ધિઓ સહિત જર્સી નંબર 18નું પણ ટેટૂ છે. તેને 2016થી ટેટૂ બનાવવાનુ શરૂ કર્યુ અને અત્યાર સુધી 16 ટેટૂ બનાવી લીધા છે.