દુબઇઃ આઇપીએલની 13ની સિઝન રમવા માટે તમામ ફ્રેન્ચાઇઝીઓની ટીમ યુએઇ પહોંચી ચૂકી છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઇપીએલ પહેલા તમામ ખેલાડીઓ ક્વૉરન્ટાઇનમાં છે. ત્યારે આ બધાની વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ મસ્તી કરતી દેખાઇ હતી. પંજાબના ખેલાડીઓ યુએઇમાં પ્રેક્ટિસની સાથે સાથે બીચ પર મસ્તી કરતા દેખાયા. ટીમના ઓફિશિયલ હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.


પ્રેક્ટિસ પર ફરીથી જતા પહેલા કિંગ્સ ઇલેવનના ખેલાડીઓએ પોતાને રિલેક્સ કરવાના ઓપ્શન કાઢ્યો, કિંગ્સ ઇલેવન પંજાબે ટ્વીટ કરતા લખ્યું- ટ્રેનિંગ કે બીચ મે થોડા ફન વી જરૂરી હૈ....



ટીમ તરફથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં દરેક ખેલાડી પોતાની રીતે મસ્તી કરી રહ્યો છે. જોકે ટીમનો ઓપનર મયંક અગ્રવાલ ચેર પર બેસીને રિલેક્સ થઇ રહ્યો છે. વળી, ટીમ ઇન્ડિયાના પૂર્વ કૉચ અનિલ કુંબલેએ પણ પોતાની ફોટોગ્રાફીની સ્કિલની મજા લીધી, અનિલ કુંબલેને આ કામમાં મોહમ્મદ શમીનો સાથ પણ મળ્યો. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.



કિંગ્સ ઇલેવને આ વીડિયોને સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. બીજા વીડિયોમાં ટીમના કેપ્ટન કે એલ રાહુલ બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે, આ વર્ષ કિંગ્સ ઇલેવન પંજાબમાં મોટો ફેરફાર કરતા અશ્વિનની જગ્યાએ કે એલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે.