નવી દિલ્હીઃ દુબઇમાં રહેલ આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ માટે વિતેલું સપ્તાહ ખૂબ જ ખરાબ રહ્યું. સીએસકેના 2 ખેલાડીઓ સહિત 12 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હવે ટીમને મોટી રાહત મળી છે. ફાસ્ટ બોલર દીપક ચહર કોરોનાથી રિકવર થઈ ગયો છે. દીપક ચહરનું કહેવું ચે કે, તે પૂરી રીતે ફિટ છે અને મેદાન પર વાપસી માટે તૈયાર છે.

દુબઇની હોટલમાં કોરેન્ટાઈન દીપક ચહરે ત્યાંથી જ પોતોના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ અપડેટ આપ્યું છે. ટીમે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ચહરનો વીડિયો શેર કર્યો જેમાં તે અભ્યાસ કરતો જોવા મળી રહ્યો છે. ચહરે કહ્યું કે, “તમારી શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે કૂબ ખૂબ ધન્યવાદ છે. હું સારી રીતે ઠીક થઈ ગયો છું અને આશા છે કે ટૂંકમાં જ મેદાન પર જોવા મળીશ.”


ચાહર અને અન્ય એક ખેલાડી સહિત સીએસકેના 13 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. આ બધા 14 દિવસના કોરોન્ટાઈન હેઠળ છે. ટીમના અન્ય તમામ ખેલાડીઓની તપાસમાં પરિણામ નેગેટિવ રહ્યા છે જેનું ગુરુવારે વધુ એક ટેસ્ટ થશે. જો આ ટેસ્ટમાં પણ નેગેટિવ રહેશે તો શુક્રવારથી પ્રેક્ટિસ શરૂ કરી શકશે.