પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની પાસે આ વખતે હરાજીમાં સૌથી વધુ રૂપિયા છે, હરાજી માટે 53 કરોડ રૂપિયાથી વધુ રકમ છે. આટલી મોટી રકમ હોવાના કારણે કિંગ્સ ઇલેવન પંજાબ કેટલાય વિદેશી ખેલાડીઓ પર મોટા દાંવ લગાવી શકે છે.
કિંગ્સ ઇલવેન પંજાબની ટીમે દર વર્ષની જેમ આ વખતે પણ ફેરફારો કરવાના ચાલુ રાખ્યા છે, નવી સિઝન માટે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પંજાબ કિંગ્સના નામથી ઓળખાશે. પ્રીતિ ઝિન્ટાએ જોકે કેએલ રાહુલની કેપ્ટનશીપ પર ફરી એકવાર વિશ્વાસ રાખ્યો છે. આ ઉપરાંત ટીમે અનિલ કુંબલેને કૉચ તરીકે સાથે રાખ્યો છે.
ખાસ વાત છે કે કિંગ્સ ઇલેવન પંજાબની પાસે કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન જેવા અનુભવી ખેલાડીઓ છે.