KKR vs RCB, IPL 2023: કોલકાતાએ બેંગ્લોરને ખરાબ રીતે હરાવ્યું, સ્પિનરોની મદદથી 81 રને મેળવી જીત

IPL 2023, KKR vs RCB:  IPLમાં આજે કોલકાતા સામે બેંગ્લોર ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. તમે અહીં આ મેચની લાઈવ અપડેટ વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 06 Apr 2023 11:13 PM
KKRની 81 રને જીત

કોલકાતા નાઈટ રાઈડર્સે આરસીબી સામે 81 રને શાનદાર જીત મેળવી છે. કોલકાતા તરફથી સુયશ શર્માએ 3 અને વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સુનિલ નરેનને 2 અને શાર્દુલ ઠાકુરને 1 વિકેટ મળી હતી.

આરસીબીની 9મી વિકેટ પડી

આરસીબીની નવમી વિકેટ પડી છે. કર્ણ શર્મા એક રન બનાવી આઉટ થયો છે. તેને સુયશ શર્માએ કેચ આઉટ કરાવ્યો હતો. આમ સુયશ શર્માએ આ મેચમાં આ ત્રીજી વિકેટ લીધી છે.

RCBને આઠમો ફટકો, કાર્તિક આઉટ

આરસીબીની આઠમી વિકેટ પડી. દિનેશ કાર્તિક 8 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. તેને સુયશ શર્માએ આઉટ કર્યો હતો. IPLમાં સુયશની ડેબ્યૂ મેચમાં આ બીજી વિકેટ છે.

આરસીબીને 7મો ફટકો લાગ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 7મી વિકેટ પડી. સુયશ શર્માએ અનુજ રાવતને આઉટ કર્યો હતો. અનુજ 1 રન બનાવીને આઉટ થયો હતો.

બ્રેસવેલ 19 રન બનાવી આઉટ

બ્રેસવેલ 19 રન બનાવી આઉટ થયો છે. શાર્દુલ ઠાકુરે તેને કેચ આઉટ કરાવ્યો હતો. 12 ઓવરના અંતે આરસીબીએ 84 રન બનાવ્યા છે અને તેમની 6 વિકેટ પડી ગઈ છે.

બેંગ્લોરને જીતવા માટે 60 બોલમાં 136 રનની જરૂર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 136 રનની જરૂર છે. બ્રેસવેલ 12 અને કાર્તિક 2 રન બનાવીને રમી રહ્યા છે.

આરસીબીની પાંચમી વિકેટ પડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પાંચમી વિકેટ પડી. શાહબાઝ અહેમદ 1 રન બનાવીને આઉટ થયો. સુનીલ નરેને તેને પોતાનો શિકાર બનાવ્યો.

RCBની ચોથી વિકેટ પડી, વરુણે હર્ષલને આઉટ કર્યો

આરસીબીની ચોથી વિકેટ પડી. હર્ષલ પટેલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને શિકાર બનાવ્યો હતો.

આરસીબીની ત્રીજી વિકેટ પડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી. ગ્લેન મેક્સવેલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને શિકાર બનાવ્યો હતો. આરસીબીએ 7.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા.

આરસીબીએ 6 ઓવરમાં 50 રન બનાવ્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 84 બોલમાં 155 રનની જરૂર છે. ગ્લેન મેક્સવેલ 4 રન બનાવીને અને બ્રેસવેલ 2 રન બનાવીને રમી રહ્યા છે.

કોહલી આઉટ

સુનીલ નરેને કોલકાતા નાઈટ રાઈડર્સને મોટી વિકેટ અપાવી છે. તેણે વિરાટ કોહલીને આઉટ કર્યો છે. કોહલી 18 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો

બે ઓવરના અંતે આરસીબીના 12 રન

બે ઓવરના અંતે આરસીબીએ વિના વિકેટે 12 રન બનાવી લીધા છે. કોહલી અને ડુપ્લેસી બેટિંગ કરી રહ્યા છે.

કોલકાતાના 20 ઓવરના અંતે 204 રન

કોલકાતાએ RCB ને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો છે. શાર્દુલ ઠાકુરે 29 બોલમાં 68 રન બનાવ્યા હતા જ્યારે રિંકુ સિંહે 33 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી.

કોલકાતાએ 14 ઓવરમાં 124 રન બનાવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. શાર્દુલ ઠાકુર 11 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહે 18 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ છે.

કોલકાતાએ 12 ઓવરમાં 94 રન બનાવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે 12 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે. રિંકુ સિંહ 12 બોલમાં 12 રન અને શાર્દુલ ઠાકુર 5 રન બનાવી રહ્યો છે.

આન્દ્રે રસેલ ઝીરો રને આઉટ

વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલ ઝીરો રને આઉટ થયો છે.  બોલર કર્ણે બે બોલમાં બે વિકેટ લીધી છે.

રહમાનુલ્લા ગુરબાઝ 57 રન બનાવી આઉટ

ઓપનર રહમાનુલ્લા ગુરબાઝ 57 રન બનાવી આઉટ થયો છે. કોલકાતાએ 89 રનમાં ચોથી વિકેટ ગુમાવી છે.

કોલકાતાએ 8 ઓવરમાં 57 રન બનાવ્યા

કોલકાતાએ 8 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. રહમાનુલ્લા ગુરબાઝ 32 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી છે જ્યારે બીજી તરફ રિંકુ સિંહ 2 રન બનાવીને રમી રહ્યો છે.

નીતિશ રાણા આઉટ

કેપ્ટન નીતિશ રાણા 1 રન બનાવી આઉટ થયો છે. કોલકાતાએ 6.1 ઓવરમાં 3 વિકેટે 47 રન બનાવ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

મનદીપ સિંહ, રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટ), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (સી), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નેરન, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ (સી), દિનેશ કાર્તિક (વિકેટ), ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ

જુહી ચાવલા મેચ જોવા ઈડન ગાર્ડન્સ પહોંચી

કોલકાતા સામે બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ જુહી ચાવલા પણ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચ જોવા પહોંચી છે. KKRએ તેનો વીડિયો ટ્વીટ કર્યો છે.


 





ઈડન ગાર્ડન્સમાં આન્દ્રે રસેલના આંકડા આશ્ચર્યજનક છે

કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલે ઈડન ગાર્ડન્સ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઘણી વિસ્ફોટક ઈનિંગ્સ રમી છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો અત્યાર સુધી આન્દ્રે રસેલે ઈડન ગાર્ડન્સ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 395 રન બનાવ્યા છે. ઈડન ગાર્ડન્સ મેદાન પર કોઈપણ ટીમ માટે આન્દ્રે રસેલનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ સિવાય આન્દ્રે રસેલે ઈડન ગાર્ડન્સ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 207.89ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. આ સાથે જ આન્દ્રે રસેલની એવરેજ પણ શાનદાર રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 9, KKR vs RCB:  IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જો કે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલથી સાવચેત રહેવું પડશે. હકીકતમાં, આંકડા દર્શાવે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલનું બેટ રનનો વરસાદ કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.