= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોલકાતાએ IPL 2024નું ટાઇટલ જીત્યું KKR vs SRH Full Highlights: IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. ટાઈટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે કેકેઆરના બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને હૈદરાબાદની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. KKR માટે વેંકટેશ અય્યરે માત્ર 26 બોલમાં 52 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણા હીરો હતા. રસેલે 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટાર્ક અને રાણાને બે-બે સફળતા મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અય્યર અને ગુરબાઝ વચ્ચે અડધી સદીની ભાગીદારી વેંકટેશ અય્યર અને રહેમાનુલ્લા ગુરબાઝે ફાઈનલ મેચમાં માત્ર 28 બોલમાં 61 રનની ભાગીદારી કરીને કોલકાતાની જીત નિશ્ચિત કરી હતી. KKRનો સ્કોર 6 ઓવરમાં એક વિકેટે 72 રન છે. હવે KKR ત્રીજી ટ્રોફીથી માત્ર 42 રન દૂર છે. વેંકટેશ અય્યર માત્ર 12 બોલમાં 40 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રહેમાનુલ્લા ગુરબાઝ 22 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોલકાતાનો સ્કોર 46/1 114 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સને વેંકટેશ અય્યર અને રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર શરૂઆત અપાવી હતી. KKRનો સ્કોર 4 ઓવરમાં એક વિકેટે 46 રન છે. વેંકટેશ અય્યર માત્ર છ બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝ 16 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ IPL 2024 ની ફાઈનલ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલની ફાઈનલ મેચમાં આ સૌથી ઓછો સ્કોર છે. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હૈદરાબાદનો સ્કોર 90/7 14 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર સાત વિકેટે 90 રન છે. પેટ કમિન્સ પાંચ બોલમાં બે ચોગ્ગાની મદદથી 9 રન પર છે. જ્યારે હેનરિક ક્લાસેન 16 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હૈદરાબાદની પાંચમી વિકેટ પડી સનરાઇઝર્સ હૈદરાબાદે 11મી ઓવરમાં 62 રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. એડન માર્કરમ 23 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. માર્કરમ કેચ આઉટ થયો હતો. રસેલની આ સિઝનમાં આ 17મી વિકેટ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હૈદરાબાદનો સ્કોર 58/4 9 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 58 રન છે. હર્ષિત રાણાએ 9મી ઓવરમાં સાત રન આપ્યા હતા. એડન માર્કરમ 18 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 19 રન બનાવી રહ્યો છે. આ ઉપરાંત હેનરિક ક્લાસેન સાત બોલમાં આઠ રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હૈદરાબાદનો સ્કોર 15/2 3 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર બે વિકેટે 15 રન છે. ત્રીજી ઓવર સ્ટાર્કે ફેંકી હતી અને તેમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી આઠ બોલમાં સાત રન અને એડન માર્કરમ ચાર બોલમાં ચાર રન બનાવીને રમતમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અભિષેક આઉટ મિચેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે અભિષેક શર્માને શાનદાર બોલ ફેંક્યો હતો. અભિષેક પાંચ બોલમાં બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11 પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ-11 શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ બોલિંગ કરશે. છેલ્લી મેચમાં અહીં ઝાકળ જોવા મળ્યું ન હતું. આ કારણોસર કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે.