KKR vs SRH: હૈદરાબાદે કોલકાતાને ઘરઆંગણે 23 રને હરાવ્યું

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે.

gujarati.abplive.comLast Updated: 14 Apr 2023 11:23 PM

બ્રેકગ્રાઉન્ડ

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી...More

હૈદરાબાદની 23 રને જીત

ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2023ની 19મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ બીજી જીત છે અને હવે તેના ચાર પોઈન્ટ થઈ ગયા છે. હેરી બ્રુક (55 બોલમાં 100 રન)ની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી નીતિશ રાણા અને રિંકુ સિંહે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. તે જ સમયે હૈદરાબાદ તરફથી માર્કો જાનસેન અને મયંક માર્કંડેએ બે-બે વિકેટ લીધી હતી.