KL Rahul Wedding: સ્ટાર ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી આથિયા શેટ્ટી આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં આ કપલના લગ્ન થશે.  રાહુલ અને આથિયાના લગ્નમાં આવનાર મહેમાનોને ફંક્શનમાં મોબાઈલ ફોન લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો અહીં-ત્યાં પોસ્ટ કરવામાં આવશે નહીં. લગ્નમાં માત્ર 100 મહેમાનો જ હાજર રહેશે.


રિપોર્ટ અનુસાર લગ્ન દરમિયાન તમામ મહેમાનોના સેલફોન જપ્ત કરવામાં આવશે. લગ્નમાં કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય બોલિવૂડની કોઈ સેલિબ્રિટી અને ક્રિકેટર લગ્નમાં સામેલ થશે નહીં.


આ કપલ 23 જાન્યુઆરી, સોમવારે લગ્નના બંધનમાં બંધાશે. અગાઉ 21 જાન્યુઆરીએ સંગીત અને લેડીઝ નાઈટનો કાર્યક્રમ હતો. આ પછી 22 જાન્યુઆરી, મંગળવારે મહેંદીનો કાર્યક્રમ યોજાશે. આ પછી 23મીએ બંને ખંડાલા સ્થિત બંગલામાં સાત ફેરા લઈનેલગ્ન કરશે. લગ્ન માટે આ બંગલાની સજાવટ શરૂ થઈ ગઈ છે.


લગ્નમાં આવનારા તમામ મહેમાનો રેડિસન હોટેલમાં રોકાશે. અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ આ તમામ બાબતો ગોઠવી છે. લગ્ન પછી, આ કપલ એપ્રિલ મહિનામાં એક ભવ્ય રિસેપ્શન યોજશે, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ અને તમામ ક્રિકેટરો હાજરી આપશે.


આ રિવાજ પ્રમાણે લગ્ન થશે


જણાવી દઈએ કે બંનેના લગ્ન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ થશે. એમી પટેલ અભિનેત્રી આથિયા શેટ્ટીને લગ્ન માટે તૈયાર કરશે. આ સિવાય બંનેના લગ્ન માટેના પોશાક પણ ફાઈનલ થઈ ગયા છે. કેએલ રાહુલના લગ્નનો પોશાક રાહુલ વિજયનો હશે. 


સેલેબ્લ મોટાભાગે પોતાના લગ્નને પ્રાઇવેટ રાખવા માગતા હોય છે. દીપિકા-રણવીર, આલિયા-રણબીર, વિકી-કેટરીનાએ પોતાના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા. તેમણે પણ પોતાના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ફોન લઈને આવવાની પરવાનગી આપી નહોતી. સૂત્રોના મતે, અથિયાએ લગ્નમાં બોલિવૂડમાંથી કોઈને આમંત્રમ આપ્યું નથી.




રાહુલ તથા અથિયા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પ્લેયર છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટી તથા માના શેટ્ટીની દીકરી છે. બંને પરિવાર કર્ણાટકના છે.