KL Rahul Athiya Shetty Wedding First Photo: એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ આ કપલની પ્રથમ તસવીર સામે આવી છે. આ કપલ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.  આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 


ફોટોમાં તમે જોઈ શકો છો કે કેએલ રાહુલ આથિયાનો હાથ પકડી રહ્યો છે તો ક્યાંક તેના કપાળ પર ચુંબન કરી રહ્યો છે. ફોટા જોઈને સમજાય છે કે કપલ એક સાથે કેટલું ખુશ છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. કેએલ રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની ખૂબ જ શાનદાર તસવીરો સામે આવી છે. તસવીરોમાં  આ સ્ટાર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.