ખરેખરમાં, વાત એમ છે કે, અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં કેએલ રાહુલે કૉમેન્ટ કરી, જેથી ફરીથી બન્નેની અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાહુલે આથિયાની તસવીર પર બ્લેક હાર્ટ મોકલ્યુ છે. શેર કરેલી તસવીરમાં આથિયા એક કપ ચાની ચૂસ્કી લઇ રહી છે, આ દરમિયાન તેને બ્લેક જીન્સ અને ગ્રે ટીશર્ટ પહેરેલી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કેએલ રાહુલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચ્યો છે. આ વખતે રાહુલને કિંગ્સે ઇલેવનની કમાન પણ સોંપવામાં આવી છે. જેથી બધાની નજર રાહુલ પર ટકેલી છે.
આ પહેલા પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ઇન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં રાહુલ કૉમેન્ટ કરતા લખ્યું હતુ- 'Jefa'... આ તસવીરમાં એક્ટ્રેસે સ્વિમવિયર પહેર્યો હતો. આ તસવીર પણ ચર્ચાનો વિષય બની હતી.