India vs Australia 1st Test: યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રાહુલ અને યશસ્વી વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. 2004 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ઓપનરોએ ઓસ્ટ્રેલિયામાં સદીની ભાગીદારી કરી છે. રાહુલ અને યશસ્વીએ જોરદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી પણ ફટકારી. આ બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 150 રનની નજીક પહોંચાડ્યો હતો.


હકીકતમાં, 2004 પછી, ભારતીય ઓપનર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી શક્યા ન હતા. પણ યશસ્વી અને રાહુલે આ અજાયબી કરી બતાવી. તેથી આ રેકોર્ડ 20 વર્ષ બાદ બન્યો છે. આ બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 150 રન સુધી પહોંચાડ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે પ્રથમ દાવમાં 51 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. યશસ્વીએ 79 રન બનાવ્યા હતા. રાહુલે 57 રન બનાવ્યા હતા.


રાહુલ અને યશસ્વીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો - 


યશસ્વી અને રાહુલના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. યશસ્વી-રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઓપનર તરીકે સૌથી વધુ બોલનો સામનો કરનાર જોડી બની છે. સમાચાર લખાય છે ત્યાં સુધી બંને 51 ઓવર રમી ચૂક્યા હતા. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 200થી વધુ રનની લીડ પણ મેળવી હતી.


બોલિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ દેખાડી પોતાની તાકાત -


ટીમ ઈન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 104 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે ભારત માટે ઘાતક બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.










 


આ પણ વાંચો....


એક તરફ ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, બીજી તરફ શ્રેયસ અય્યરે એકલા હાથે સદી ફટકારી હતી; પસંદગીકારો પાસેથી માંગ્યો જવાબ?