IND vs AUS 1st Test Day 2: ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલા મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરીને ભારતે 46 રનની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 2 ચોગ્ગાની મદદથી 26 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. બીજા દિવસનું પ્રથમ સત્ર પણ ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થતાં સમાપ્ત થયું હતું.






પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો


તમને જણાવી દઈએ કે મેચનો પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયન બોલરોએ તબાહી મચાવી અને પછી ભારતીય બોલરો કમાલ કરતા જોવા મળ્યા. પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી. તમામ વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.


મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર નીતિશ કુમાર રેડ્ડીએ 41 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ત્યાર બાદ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 67/7 રન બનાવી લીધા હતા.


બુમરાહે પહેલા જ દિવસે તબાહી મચાવી હતી


બુમરાહે પ્રથમ મેચના પહેલા જ દિવસે 4 વિકેટ લઈને અજાયબી કરી હતી. બુમરાહ સિવાય સિરાજે પ્રથમ દિવસે 2 અને હર્ષિત રાણાએ 1 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ પર્થના પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. બુમરાહે મેચના પહેલા જ દિવસે પોતાની કેપ્ટન્સી અને બોલિંગથી બધાને દિવાના બનાવી દીધા હતા.


આ પણ વાંચો...


IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ