નવી દિલ્હીઃ લોકેશ રાહુલ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વનડેમાં 112 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 32 વનડેમાં 1239 રન બનાવ્યા છે. 42 ટી20માં તના નામે 1461 રન નોંધાયેલ છે. હાલમાં તે રમત ઉપરાંત પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર લોકેશ રાહુલની એક તસવીર સામે આવી છે જેમાં તે સુંદર એક્ટ્રેસ સાથે જોવા મળી રહ્યો છે. રાહુલની આ તસવીરને તેના ફેન્સ પેજ પર શેર કરવામાં આવી છે, જેને જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે, આ જોડી શાનદાર છે. જોકે ફેન્સ હવે રાહુલનું લિશેશનશિપ સ્ટેટસ જાણવા માગે છે.

જણાવીએ કે કેએલ રાહુલ પહેલા પણ આ એક્ટ્રેસની સાથે જોવા મળી ચૂક્યો છે. આ કોઈ બીજું નહીં પણ મુન્ના માઈકલ ફેમ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ છે. બન્ને પહેલા પણ પોતાની ડેટિંગને લઈને ઘણાં ચર્ચામાં રહ્યા છે. બધા આ કપલને પરફેક્ટ સોલમેટ ગણાવી રહ્યા છે. તસવીરને જોઈને ઘણાં લોકો રાહુલને અભિનંદ પાઠવી રહ્યા છે તો બીજી બાજુ લોકો તેને કોરોના વાયરસથી બચવાની સલાહ પણ આપી રહ્યા છે.

કેએલ રાહુલનું નામ છેલ્લા ઘણાં વર્ષથી અલગ અલગ એક્ટ્રેસ સાથે જોડાતું રહ્યું છે. જેમાં નિધિ અગ્રવાલની સાથે તે બીજી વખત ચર્ચામાં આવ્યો છે. આ પહેલા થોડા મહિના અગાઉ પણ તેનું નામ આ એક્ટ્રેસ સાથે જોડાયું હતું પરંતુ છેલ્લા ઘણાં મહિનાથી તેનું નામ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીની સાથે જોડાયું. તેની સાથે પણ રાહુલ જોવા મળ્યો હતો.

આથિયા શેટ્ટીની સાથે શું થયું એ તો કોઈને ખબર નથી પણ હવે ફરીથી તેનું નામ નિધિ અગ્રવાલ સાથે જોડાયું છે. આમ તો નધિ અગ્રવાલ સાથે તે થોડા વર્ષ પહેલા ઘણાં લાંબા સમય સુધી ડેટ કરી ચૂક્યો છે. આ પહેલા રાહુલનું નામ સોનલ ચૌહાણ સાથે પણ જોડાયું હતું. જોકે સોનલ ચૌહાણે બાદમાં ખુલાસો કર્યો હતો કે તેઓ માત્ર એક સારા ફ્રેન્ડ છે.