રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો. અમારે તેને પહેલા જ પુરુ કરવુ જોઇતુ હતુ, અને તેને સુપર ઓવર સુધી ન હતુ ખેંચવાનુ. તે મેચે અમને વિનમ્ર રહેવાન શીખવાડ્યુ. છેવટે રમત આપણા કરતા મોટી હોય છે.
પંજાબે તે મેચમાં ડબલ સુપર ઓવરમાં મુંબઇ પર જીત નોંધાવી હતી, હવે આ ટીમે ટૉપ પર રહેલી દિલ્હીને હરાવી. દિલ્હીની ટીમે શિખર ધવનના અણનમ 106 રનોની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, પંજાબે નિકોલસ પૂરનને 53 રનની મદદથી 19 ઓવરમાં જ પાંચ વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
રાહુલે પોતાની ટીમના બૉલરોની ખુબ પ્રસંશા કરી હતી, તેને કહ્યું- મોહમ્મદ શમીનો ગઇ મેચથી આત્મવિશ્વાસ વધ્યો છે. તે દરેક મેચમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અર્શદીપ સિંહે પાવરપ્લેમાં બે અને ડેથ ઓવરોમાં એક ઓવર કરી, તેના છ યોર્કર કરવા શાનદાર રહ્યાં.