BCCI Pension Scheme: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) સોમવારે પૂર્વ ક્રિકેટરો અને પૂર્વ એમ્પાયરોના માસિક પેન્શનમાં વધારો કરવાની જાહેરાત કરી. બીસીસીઆઇના આ નિર્ણયથી પૂર્વ ક્રિકેટરોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ અને અમિત મિશ્રાએ આ નિર્ણયનો સ્વાગત કર્યુ છે અને ખુશી વ્યક્ત કરતુ ટ્વીટ કર્યુ છે. 


જાણો શું છે પેન્શનના સ્લેબ -
2003થી પહેલા ફર્સ્ટ ક્લાસમાંથી રિટાયરમેન્ટ લેનારા ક્રિકેટરો, જેમને 50-74 મેચ રમી હતી, તેને પહેલા 15000 રૂપિયા મળતા હતા, પરંતુ હવે નવા સંશોધિત પેન્શન અંતર્ગત તેમને 30 હજાર રૂપિયા મળશે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર જેમને 75 કે તેનાથી વધુ મેચ રમી હતી, અને 2003 થી પહેલા રિટાયરમેન્ટ લીધુ હતુ, તેની પેન્શનની રકમ 22500 થી વધારીને 45000 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.


વર્ષ 2015માં બીસીસીઆઇએ કહ્યું હતુ કે 31 ડિસેમ્બર, 1993 થી પહેલા રિટાયરમેનટ્ લેનારા તથા 25 થી વધુ મેચ રમનારા તમામ ટેસ્ટ ક્રિકેટરો 50,000 પ્રતિ માહ આપવામાં આવશે. પરંતુ નવી નીતિ અંતર્ગત હવે આ રકમ વધીને 70,000 રૂપિયા પ્રતિ માહ કરી દેવામાં આવી છે. વળી, 25 થી ઓછી ટેસ્ટ મેચો રમનારા ક્રિકેટરોને 37500 રૂપિયા મળતા હતા, તે હવે વધારીને 60000 રૂપિયા થઇ ગયા છે. 


તે મહિલા ક્રિકેટરો જેમને 5-9 ટેસ્ટ રમી હતી, તેમની પેન્શનની રકમ હવે 15000 રૂપિયાથી વધારીને 30000 રૂપિયા થઇ ગઇ છે. વળી, 10 કે તેનાથી વધુ ટેસ્ટ રમનારી મહિલા ક્રિકેટરો હવે 22500 ના બદલા 45 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. 


આ પણ વાંચો..... 


India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ


Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ


Vadodara: 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....


Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી


Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત


વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....


PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે