IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાશે, પ્રથમ ટી20 ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં હતી ખરાબ હવામાન અને વરસાદના કારણે ટૉસ પણ ન હતો થઇ શક્યો અને મેચ રદ્દ કરવી પડી હતી, હવે બન્ને ટીમો આજે ફરી એકવાર માઉન્ટ મોંન્ગાઇના બે ઓવલ મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે. એકબાજુ હાર્દિક પંડ્યાની સેના છે તો બીજી બાજુ કેન આર્મી છે. જાણો આજની મેચ કોણ જીતશે અને અત્યાર સુધી કઇ ટીમનુ પલડુ રહ્યું છે ટી20માં ભારે ?


બન્ને ટીમોનુ વર્લ્ડકપ 2022માં પરફોર્મન્સ સારુ રહ્યું હતુ, સુપર 12માં રાઉન્ડમાં બન્ને ટીમો ટૉપ પર હતી, જોકે, સેમિ ફાઇનલમાં કીવી ટીમને પાકિસ્તાની ટીમે માત આપી અને ભારતીય ટીમને ઇંગ્લિશ ટીમે હરાવી હતી. બાદમાં ઇંગ્લિશ ટીમ પાકિસ્તાની ટીમને ફાઇનલમાં હારાવીને નવી ટી20 ચેમ્પીયન બની ગઇ હતી. 


જાણો બન્ને ટીમોમાંથી ટી20માં કોનુ પલડુ રહ્યું છે ભારે....... 


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.