બિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. આ પહેલા 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ 2-1થી હાર આપી હતી.

ભારત તરફથી મેચનો હિરો પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પંતને તેના શાનદાર દેખાવ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ મેચમાં 36 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત શ્રેણી જીતશે તેવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં ભારતે શ્રેણીની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ શ્રેણી જીતી હોય તેવી પાંચમી ઘટના બની હતી. આજથી એક મહિના પહેલા એટલે કે 19 ડિસેમ્બર, 2020ના રોજ ભારત 36 રનમાં ખખડી ગયું હતું અને તેના એક મહિના પછી 19 જાન્યુઆરી, 2021ના દિવસે સીરિઝ પર કબજો કરીને ઈતિહાસ રચ્યો હતો.



1972-72માં ઈંગ્લેન્ડ, 2000-01માં ઓસ્ટ્રેલિયા, 2015માં શ્રીલંકા, 2016-17માં ઓસ્ટ્રેલિયા અને 2020-21માં ઓસ્ટ્રેલિયા સામે ભારત શ્રેણીની પ્રથમ મેચ હાર્યું હતું. જે બાદ જોરદાર કમબેક કરીને સીરિઝ જીતી હતી.

આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ત્રીજા ક્રમનો સૌથી મોટો રનચેઝનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પૂજારાને આઉટ કરવા ઓસ્ટ્રેલિયનોએ કરી બોડીલાઈન બોલિંગ, જાણો કેટલી વાર બોલ વાગવા છતાં પૂજારાએ બેટિંગ ચાલુ રાખી ?

પંત 2018ની સીરિઝની જીતનો હીરો હતો ને 2021ની જીતનો પણ હીરો, જાણો 2018માં શું કરેલું પરાક્રમ ?

 ભારતની યુવા ટીમે રચ્યો ઈતિહાસ, 328 રન ચેઝ કરી ઓસ્ટ્રેલિયાને પછાડી સીરિઝ પર કર્યો કબજો