Champions Trophy 2025 Final IND vs NZ: ટીમ ઈન્ડિયાએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. જીત બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. કોહલી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની માતાને મળ્યો હતો. કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. કોહલીએ શમીના પરિવાર સાથે ક્લિક કરેલો ફોટો પણ મેળવ્યો હતો.
ખેલાડીઓના પરિવાર સાથે જોડાયેલા લોકો પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર શમીનો પરિવાર પણ પહોંચ્યો હતો. ભારતની જીત બાદ શમીએ તેની માતાનો વિરાટ સાથે પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન કોહલી મોહમ્મદ શમીના માતાને પગે લાગ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શમીએ ફાઈનલ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે એક વિકેટ લીધી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીનું ઘાતક પ્રદર્શન -
મોહમ્મદ શમી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 5 મેચમાં 9 વિકેટ લીધી હતી. શમીએ 41 ઓવર નાંખી. આ દરમિયાન 233 રન આપ્યા. ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે શમી સંયુક્ત પ્રથમ સ્થાને રહ્યો. વરુણ ચક્રવર્તીએ 3 મેચમાં 9 વિકેટ લીધી છે.
ટૂર્નામેન્ટમાં કોહલીનું પ્રદર્શન
ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા સ્થાને રહ્યો. કોહલીએ 5 મેચમાં 218 રન બનાવ્યા હતા. જોકે તે ફાઇનલમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રેયસ અય્યર ટોચ પર રહ્યો. અય્યરે 5 મેચમાં 243 રન બનાવ્યા હતા.
રોહિત શર્માની કેપ્ટનશિપ ઇનિંગ્સ અને શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ અને કુલદીપ યાદવના સંયુક્ત પ્રયાસોને કારણે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારતે આ ખિતાબ ત્રીજી વખત જીત્યો છે, જ્યારે રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત બીજી ICC ટ્રોફી જીતી છે. રોહિત શર્માને તેમની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
રોહિત શર્માએ ફાઈનલમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, બાબર આઝમને છોડી દિધો પાછળ