IPL 2024, KKR vs LSG: કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ફિલિપ સોલ્ટે શાનદાર બેટિંગ કરી અને કોલકાતા તરફથી અણનમ 89 રન બનાવ્યા. 47 બોલનો સામનો કરીને તેણે 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે અણનમ 38 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન લખનૌ તરફથી બોલિંગ કરતા મોહસીન ખાને 2 વિકેટ ઝડપી હતી.


 






ફિલ સોલ્ટ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 38 બોલમાં 38 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. સુનીલ નરેન અને અંગક્રિશ રઘુવંશી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હોવા છતાં ફિલ સોલ્ટ અને શ્રેયસ અય્યરે કેએલ રાહુલની ટીમના બોલરોને કોઈ તક આપી ન હતી. મોહસીન ખાન લખનૌ સુપર જાયન્ટ્સ માટે સફળ બોલર હતો. આ બોલરે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.


લખનૌએ કોલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો



લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. નિકોલસ પુરને ટીમ માટે 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે કેકેઆર તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 27 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. પુરને 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ડી કોકે 10 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 8 રન બનાવીને આઉટ થયો હતો. અરશદ ખાન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


 કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.


કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.