પુણા:   ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ પુનામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 318 રનનો ટાર્ગેટ આપ્યો છે.  ઈંગ્લેન્ડ સામેની પુણેની વન ડે મેચમાં કૃણાલ પંડ્યાએ ડેબ્યુ કર્યું હતું. કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં 26 બોલમાં શાનદાર અડધી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. કૃણાલે ફિફ્ટી પૂરી કરતા પેવેલિયનમાં બેઠેલો હાર્દિક પંડ્યા રડી પડ્યો હતો. ફિફ્ટી પૂરી કર્યા પછી કૃણાલે આકાશ તરફ જોઈને પિતાને યાદ કર્યા હતા. 



આજની મેચમાં કૃણાલ 31 બોલ બે સિક્સર અને 7 ફોરની મદદથી 58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. કેએલ રાહુલ સાથે મળીને તેણે 61 બોલમાં 112 રનની ભાગીદારી કરી હતી.


વન ડે ડેબ્યુ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ કૃણાલે પોતાના નામે કર્યો કર્યો છે. કૃણાલે 26 બોલમાં ફિફ્ટી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોન મોરિસના નામે હતો. તેણે ડેબ્યુ મેચમાં 35 બોલમાં ફિફ્ટી કરી હતી.


અડધી સદી ફટકાર્યા બાદ કૃણાલ પંડ્યા એટલો બધો ભાવુક થઈ ગયો કે ઇનિંગ્સ પછી તે વાત પણ કરી શક્યો નહોતો. ગળગળા અવાજે તે માત્રે એટલું જ બોલી શક્યો કે, આ ફિફટી મારા પપ્પા માટે છે. હું ઈમોશનલ થયો છું.



ભારતે ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે  318 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર  317 રન બનાવ્યા હતા.  ટીમ ઇન્ડિયા તરફથી શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, કૃણાલ પંડ્યાએ  નોટઆઉટ 58 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ 56 રન બનાવ્યા હતા.


ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ડેબ્યુ પર પ્રતિભાશાળી ઇનિંગ્સ રમતા 26 બોલમાં ફિફટી પૂરી કરી હતી. આ સાથે તે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફટી બનાવનાર બેટ્સમેન બન્યો. અગાઉ ઇંગ્લેન્ડના જોન મોરીસે 1990માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 35 બોલમાં 50 રન કર્યા હતા. કૃણાલે 31 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી નોટ આઉટ 58  રન કર્યા. જ્યારે લોકેશ રાહુલે પોતાના વનડે કરિયર ની 9મી ફિફટી ફટકારતાં નોટ આઉટ 62 રન બનાવ્યા.