નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં હાલ ભારતીય ટીમનુ નામ સૌથી ઉપર આવી ગયુ છે. આ મામલે હવે શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર અને કેપ્ટન કુમાર સંગાકારાએ ટીમ ઇન્ડિયાની પ્રસંશા પણ કરી છે. કુમાર સંગાકારાએ કહ્યું કે, ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બેસ્ટ જોડી છે.


કુમાર સંગાકારાએ સ્ટાર સ્પોર્ટ્સના શૉ પર કહ્યું કે, જો તમે રાહુલ દ્રવિડ અને દાદા (ગાંગુલી)ને આ બન્ને પરંપરાગત બેટ્સમેન હતા, આ બન્ને સુદર શોટ્સ ફટકારતા હતા, અને ટેકનિકલી પણ શાનદાર બેટ્સમેન હતા. દ્રવિડ થોડી વધારે, પણ જે ગતિથી આક્રમક બેટિંગ કરતો હતો તે ખુબ પસંદ કરવામાં આવતી હતી.



કુમાર સંગાકારાએ આગળ કહ્યું કે, જો તમે આજના યુગને જોશો તો ભારત પાસે બે ખેલાડી છે, વિરાટ કોહલી અને રોહિત શર્મા, જે પરંપરાગત ક્રિકેટ રમે છે. પણ દરેક ફોર્મેટમાં ખુબ આક્રમક છે. આમ તો આ બન્ને આજના યુગની સૌથી બેસ્ટ જોડી છે.

તમારે બૉલને મારવા માટે તાકાત કે જોર લગાવવાની જરૂર નથી, આ બન્ને સારા શોટ્સ રમે છે, અને પરિણામ તમે જોઇ શકો છો. કુમાર સંગાકારા નિરંતરતા માટે બન્ને ખેલાડીઓને જબરદસ્ત પ્રસંશા કરી હતી.



કુમાર સંગાકારાએ કહ્યું કે, વિરાટ અને રોહિત બન્ને કંઇક ખાસ છે, સત્ય એ છે કે નિયમ બદલાઇ ગયા છે, અને બેટિંગ થોડી આસાનીથી થઇ શકે છે, પણ બધા ફોર્મેટમાં નિરંતરતા મોટી વાત છે. તેઓ ટી20માં ખુબ નિરંતર છે, જે રીતની ક્રિકેટ ભારતીય ખેલાડીઓ રમી રહ્યાં છે તે ખુબ મુશ્કેલ છે.