અબુધાબીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેકવાર મેદાન પરની વિચિત્ર ઘટનાઓ કેમેરામાં કેદ થતી દેખાઇ છે. હાલમાં યુએઇમાં ચાલી રહેલી ટી10 લીગ મેચમાં પણ આવી જ એક વિચિત્ર ઘટના કેમેરામાં કેપ્ચર થઇ ગઇ છે, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહી છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે ફિલ્ડર મેદાન પર પોતાની જર્સી પહેરતો દેખાઇ રહ્યો છે.

આ વીડિયો 32 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટર રોહન મુસ્તફાનો છે, જેને 39 વનડે અને 43 ટી20 મેચ રમી છે, જેને અનુભવી ખેલાડી ગણાવામાં આવે છે. હાલ રોહન મુસ્તફા ટી10 લીગમાં અબુધાબી ટીમમાંથી રમી રહ્યો છે.

સોમવારે ટી10 લીગમાં એવી ઘટના બની, જેને જોઇને ફેન્સ પણ ચોંક્યા અને હંસી ન હતા રોકી શક્યા. ખરેખરમાં ટીમ અબુધાબી અને નોર્થન વૉરિયર્સની વચ્ચે શેખ ઝાયેદ સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી હતી. આ દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલા રોહન મુસ્તફા ટીશર્ટ પહેર્યા વિના કેમેરામાં કેદ થઇ ગયો.બેટ્સમેને શૉટ ફટકાર્યો તે સમયે રોહન મુસ્તફા પોતાની જર્સી બદલી રહ્યો હતો, રોહન મુસ્તફા જર્સી બદલીને બૉલ પકડે તે પહેલા બૉલ બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. રોહન મુસ્તફાની આ હરકતને જોઇને ડગઆઉટમાં બેસેલો નિકોલસ પૂરન જોરશોરથી હંસવા લાગ્યો હતો. આ હરકતથી મેદાન અને સ્ટેડિયમમાં તમામ લોકો હંસી રોકી ન હતા શક્યા.



નોંધનીય છે કે, ટી10 લીગની આ મેચમાં અબુધાબીએ 3 વિકેટ ગુમાવીને 10 ઓવરમાં 123 રન બનાવ્યા હતા, જવાબમાં નોર્થન વૉરિયર્સે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.