નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે આગામી 18 ફેબ્રુઆરીએ બોલી બોલાવવાની છે. બીસીસીઆઇએ 18 ફેબ્રુઆરીની બોલી માટે 292 ખેલાડીઓનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે.

18 ફેબ્રુઆરીએ 8 ટીમો 292માંથી 61 ખેલાડીઓ પર આગામી સિઝન માટે દાવ લગાવશે. જે 292 ખેલાડીઓને આ બોલીમાં સામલે કરવામાં આવ્યા છે, તેમાં 164 ભારતીય છે, જ્યારે 125 વિદેશી, એસોસિએટ દેશોના ત્રણ ખેલાડીઓને પણ 18 ફેબ્રુઆરીએ થનારી બોલીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ વખતે બોલીમાં સ્ટીવ સ્મિત, ગ્લેમ મેક્સવેલ, હરભજન સિંહ, કેદાર જાધવ, મોઇન અલી જેવા મોટા નામ પણ સામેલ છે. આ ખેલાડીઓને 2 કરોડ રૂપિયાની પ્રાઇસ ટેગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ ખેલાડીઓની બોલી 2 કરોડ રૂપિયાથી શરૂ થશે.

રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરની પાસે સર્વાધિક 13 સ્થાન અવેલેબલ છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર ત્રણ ખેલાડીઓને ખરીદી શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સૌથી વધુ 53 કરોડ 10 લાખ રૂપિયાની રકમ સાથે હરાજીમાં ઉતરશે, જ્યારે હૈદરાબાદ પછી 11 કરોડ (10 કરોડ 75 લાખ)થી થોડી ઓછી રકમ છે. ચેન્નાઇ સુપર કિંગ્સની પાસે 22 કરોડ 70 લાખ રૂપિયા છે, અને તેની પાસે 7 જગ્યા ઉપલબ્ધ છે.