Ind Vs Eng: બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આ બોલર થયો બહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2021 10:29 PM (IST)
ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો.
નવી દિલ્હી: બીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડની ટીમના સ્ટાર બોલર જોફ્રા આર્ચર બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન અસ્વસ્થ હોવાના કારણે આર્ચરની જમણી કોણીમાં એક ઈંજેક્શન લગાવવામાં આવ્યું હતું. આ કારણે તે શનિવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં નહી રમે. પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જોફ્રા આર્ચરની જમણી કોણીમાં તકલીફ થઈ રહી હતી બાદમાં ઈંજેક્શન લગાવવામાં આવ્યું હતું. પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 227 રનથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ હાલ ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. ચેપોક ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ દ્વારા 578 રન બનાવ્યા બાદ ભારત પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી શક્યું, પ્રથમ ઈનિંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 178 રન બનાવી શકી. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો.