T20 WC 2022, Warm-Up Score: ભારતનો 6 રને વિજય, શમીએ છેલ્લી ઓવરમાં કાંગારુઓના હાથમાંથી છીનવી જીત
ICC T20 World Cup 2022: ભારતીય ટીમની આજથી વૉર્મ અપ મેચ શરૂ થઇ ગઇ છે. આજે પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે
વૉર્મ-અપ મેચમાં મોહમ્મદ શમીને એકપણ ઓવર નાંખવા ન હતી મળી પરંતુ, જ્યારે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી તે સમયે કેપ્ટન રોહિત શર્માએ શમીને પહેલી અને મેચની છેલ્લી ઓવર ફેંકવા માટે આમંત્રણ આપ્યુ. શમીએ 20 ઓવરમાં એક પછી એક 4 કાંગારુઓને આઉટ કરીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. શમીની છેલ્લી ઓવરમાં કમીન્સ, એગર, ઇંન્ગલિશ અને રિચર્ડસન આઉટ થયા હતા, જોકે, એગર રન આઉટ થતાં શમીને હેટ્રિક ન હતી મળી શકી.
ભારતીય ટીમે વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7 રનથી જીતી નોંધાવી છે. કાંગારુ ટીમ 20 ઓવરમાં 180 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી અને મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
વૉર્મ-અપ મેચમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમને ત્રીજો ઝટકો ગ્લેન મેક્સવેલના રૂપમાં લાગ્યો છે. ભુવનેશ્વર કુમારે મેક્સવેલને 23 રનના અંગત સ્કૉર પર દિનેશ કાર્તિકના હાથમાં ઝીલાવી દીધો હતો. મેક્સવેલે 4 ચોગ્ગા સાથે 23 રનની ઇનિંગ રમી હતી. અત્યારે ક્રિઝ પર કેપ્ટન ફિન્ચ 67 રન અને માર્કસ સ્ટૉઇનિસ 1 રન બનાવીને રમતમાં છે. ટીમનો સ્કૉર 16 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને 148 પર પહોંચ્યો છે.
કેપ્ટન એરોન ફિન્ચે વૉર્મ-અપ મેચમાં શાનદાર ફિફ્ટી લગાવી છે. ફિન્ચે 2 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 47 બૉલમાં 65 રન બનાવી લીધા છે. ટીમનો સ્કૉર 15.3 ઓવરમાં 2 વિકેટના નુકશાને 145 રન પર પહોંચ્યો છે.
વૉર્મ-અપ મેચમાં કાંગારુ ટીમે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કૉર 100 રનને પાર કરાવી દીધો છે. ઓપનિંગ આવેલા મિશેલ માર્શ અને કેપ્ટન ફિેન્ચે સારી શરૂઆત અપાવી હતી, આ પછી માર્શ અને સ્મિથ આઉટ થઇ ગયા હતા, જોકે ટીમનો સ્કૉર 12 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 102 રન પર પહોંચ્યો હતો. હાલમાં કેપ્ટન ફિન્ચ 45 રન અને મેક્સવેલ 3 રન બનાવીને ક્રિઝ પર છે
ભારતને પ્રથમ સફળતા મળી છે, વૉર્મ-અપ મેચમાં અનુભવી બૉલર ભુવનેશ્વર કુમારે ઓપનર બેટ્સમેન મિશેલ માર્શને બૉલ્ડ કર્યો છે. 5.4 ઓવરમાં કાંગારુ ટીમનો સ્કૉર 1 વિકેટે 64 રન પર પહોંચ્યો છે. માર્શ 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 18 બૉલમાં 35 રનની ઇનિંગ રમી છે.
કાંગારુ ઓપનરોએ ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી છે, કેપ્ટન ફિન્ચ અને મિશેલ માર્શે આક્રમક બેટિંગ કરતાં ટીમનો સ્કૉર વિના વિકેટે 50 રનને પાર પહોંચાડી દીધો છે.
ટાર્ગેટનો પીછો કરવા ઉતેરલી કાંગારુ ટીમે મજબૂત શરૂઆત કરી છે, કેપ્ટન ફિન્ચ અને મિશેલ માર્શ ઓપનિંગમાં આવ્યા છે, ટીમનો સ્કૉર 4 ઓવરના અંતે વિના વિકેટે 38 રન પર પહોંચ્યો છે.
કાંગારુ બૉલર કેન રિચર્ડસનને વૉર્મ-અપ મેચમાં શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ, રિચર્ડસને 4 ઓવરમાં 30 રન આપીને મહત્વની 4 વિકેટો ઝડપી હતી. રિચર્ડસને સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને અશ્વિનને આઉટ કર્યા હતા. આ ઉપરાંત સ્ટાર્ક, મેક્સવેલ અને એગર 1-1 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.
વૉર્મ-અપ મેચમાં ભારતીય ટીમે કાંગારુ ટીમને જીતવા માટે 187 રનોનો ટાર્ગેટ આપ્યો છે, ભારતીય ટીમે 20 ઓવર રમીને 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી.
ભારતીય ટીમના મીડલ ઓર્ડર તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ ઓસ્ટ્રેલિયામાં બતાવ્યો છે. સૂર્યકુમારે વૉર્મ-અપ મેચમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 33 બૉલમાં આક્રમક 50 રનની ઇનિંગ રમી છે.
ભારતને ત્રીજો ઝટકો વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો છે, કોહલીને માત્ર 19 રનના સ્કૉર પર પેવેલિયન જવુ પડ્યુ છે, મિશેલ સ્ટાર્કે કોહલીને 19 રન (13)ના અંગત સ્કૉર પર મિશેલ માર્શના હાથમાં ઝીલાવી દીધો છે. કોહલીએ આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હાલમાં સૂર્યકુમાર યાદવ 24 રન અને હાર્દિક પંડ્યા 2 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમનો સ્કૉર 13.3 ઓવરમાં 3 વિકેટે 127 રન છે.
વૉર્મ-અપ મેચમાં ટીમ ઇન્ડિયાએ ખતરનાક બેટિંગ કરતાં તાબડતોડ 100 રન પુરા કરી લીધા છે. ભારતે માત્ર 10 ઓવરમાં જ 100 રનનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં ક્રિઝ પર વિરાટ કોહલી 14 રન અને સૂર્યકુમાર યાદવ 15 રન બનાવીને રમતમાં છે.
ભારતના બન્ને ઓપનરો આઉટ થયા બાદ હાલમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્ય કુમાર યાદવ ક્રિજ પર છે. ટીમનો સ્કૉર 10 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 89 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 6 રન અને 5 રન બનાવીને રમતમાં છે.
કેપ્ટન રોહિત શર્મા વૉર્મ-મેચેમાં ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો છે, રોહિત મોટો સ્કૉર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, રોહિતે 14 બૉલમાં માત્ર 15 રનની ટુંકી ઇનિંગ રમી હતી, જેમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો સામેલ હતો.
ભારતે વૉર્મ-અપ મેચમાં શાનદાર શરૂઆત કરતાં કેએલ રાહુલે તોફાની ફિફ્ટી ફટકારી દીધી હતી, રાહુલે માત્ર 33 બૉલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્ર્મક 57 રનની ઇનિંગ રમી હતી.
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઋષભ પંત, દીપક હુડ્ડા.
વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફરી એકવાર સ્ટાર અને અનુભવી ખેલાડીઓને કેપ્ટન રોહિતે મોકો આપ્યો છે, જેમાં મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિક સામેલ છે. જોકે, અંતિમ અગિયારમાં ઋષભ પંતને પણ સામેલ કરવામાં આવ્યો છે.
એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, ટિમ ડેવિડ, જૉસ ઇનગ્લિંશ (વિકેટકીપર), પેટ કમિન્સ, એસ્ટૉન એગર, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, જૉસ હેઝલવુડ, મેથ્યૂ વેડ, ડેવિડ વૉર્નર, એડમ જામ્પા.
ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે આજે આઇસીસી ટી20 વર્લ્ડકપની વૉર્મ-અપ મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાને લીડ કરી રહ્યો છે, તો એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયાની આગેવાની કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા હાલમાં ટી20 ચેમ્પીયન ટીમ છે.
ભારતીય ટીમની આજથી વૉર્મ અપ મેચ શરૂ થઇ ગઇ છે. આજે પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ભારતીય ટીમને પહેલી બેટિંગ કરવાનુ આમંત્રણ મળ્યુ છે.
બ્રેકગ્રાઉન્ડ
ICC T20 World Cup 2022: ભારતીય ટીમની આજથી વૉર્મ અપ મેચ શરૂ થઇ ગઇ છે. આજે પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ભારતીય ટીમને પહેલી બેટિંગ કરવાનુ આમંત્રણ મળ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -