RCB vs LSG, IPL 2023 Score: લખનઉએ RCBને એક વિકેટથી હરાવ્યું, નિકોલસ પૂરને સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (10 એપ્રિલ) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે  મુકાબલો છે. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 10 Apr 2023 11:39 PM
લખનઉની  એક વિકેટથી જીત

લખનઉએ આરસીબીને એક વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લુરુએ બે વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમે નવ વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. લખનઉ તરફથી નિકોલસ પૂરણે આઈપીએલ 2023ની ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. 

નિકોલસ પૂરનની અડધી સદી

નિકોલસ પૂરને 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. IPL 2023ની આ સૌથી ઝડપી ફિફ્ટી છે. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા છે.

લખનઉની ત્રીજી વિકેટ પડી

23 રનના સ્કોર પર લખનઉની ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. લખનઉની ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. કૃણાલ પંડ્યા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે.  ચાર ઓવર પછી લખનઉનો સ્કોર ત્રણ વિકેટે 23 રન છે.

બેંગ્લુરનએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બે વિકેટે 121 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 61, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 59 અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 46 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. બેગ્લુરુની ટીમે ખૂબ જ શાનદાર શરુઆત કરી હતી.   લખનઉ તરફથી માર્ક વુડ અને અમિત મિશ્રાએ એક-એક વિકેટ લીધી હતી.

ડુપ્લેસીસ 46 રન બનાવી રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખૂબ જ શાનદાર શરુઆત કરી હતી. બેંગ્લુરુની ટીમે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 137 રન બનાવી લીધા છે. ડુપ્લેસીસ 46 રન બનાવી રમતમાં છે. 

કોહલી 61 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરને પ્રથમ મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 61 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુએ 11.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 96 રન બનાવી લીધા છે. 

આરસીબીનો સ્કોર 50 રનને પાર

રોયલ ચેલેન્જર્સની શાનદાર શરુઆત થઈ છે. ટીમનો  સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 50 રનને પાર પહોંચી ગયો છે. કોહલી 41 રન બનાવી રમતમાં છે. 

પ્રથમ બેટિંગ કરતા બેંગ્લુરુની શાનદાર શરૂઆત 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. બંને સારી લયમાં જોવા મળી રહ્યા છે. 

લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

બેંગ્લોર સામેની મેચ માટે લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનઉએ આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. માર્ક વુડ પાછો આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (10 એપ્રિલ) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે  મુકાબલો છે. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.  આઈપીએલમાં આ પહેલા બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે અને બંનેમાં આરસીબીએ જીત હાંસલ કરી છે. આ મેચો ગઇ સિઝનમાં રમાઈ હતી. જોકે, આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સ મોટો મોકો છે, કેમ કે આ સિઝનમાં અત્યાર સુધી રમેલી ત્રણમાથી બે મેચોમાં શાનદાર જીત હાંસલ કરી છે. જ્યારે RCBએ અત્યાર સુધી બે મેચ રમી છે અને એકમાં જ જીત હાંસલ કરી છે, અને બીજી એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


આરસીબીએ આ આઈપીએલની તેમની પ્રથમ મેચ મુંબઈ સામે 8 વિકેટે જીતી હતી, પરંતુ બીજી મેચમાં કોલકાતા સામે 81 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજીબાજુ લખનઉની ટીમે તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવીને મેળવી હતી, તો બીજી મેચમાં તેને CSKના હાથે 12 રને રોમાંચક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ત્રીજી મેચમાં, લખનઉની ટીમ ફરીથી જીતના પાટા પર પરત ફરી હતી, અને સનરાઇઝર્સ હૈદરાબાદને 24 બૉલ બાકી રહેતા 5 વિકેટે હરાવી દીધુ હતુ. 


આ વખતે બન્ને ટીમો જીત માટે જોરદાર પ્રયાસ કરતી જોવા મળશે, કેમ કે બંને ટીમના કેટલાક ખેલાડીઓ ફૂલ ફૉર્મમાં ચાલી રહ્યાં છે. તો કેટલાક અત્યાર સુધી બેરંગ સાબિત થયા છે. આવી સ્થિતિમાં આજની મેચમાં નજીકની લડાઈ જોવા મળી શકે છે. બેમાંથી કોઈ પણ ટીમ આ મેચ જીતી શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.