LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું,સેમસન અને ધ્રુવની ફિફ્ટી

LSG vs RR Score Live Updates: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 27 Apr 2024 11:18 PM

બ્રેકગ્રાઉન્ડ

LSG vs RR Score Live Updates: IPL 2024 ની 44મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે....More

રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું

LSG vs RR: રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન માટે સેમસન અને જુરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજુએ 33 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. જોસ બટલર 34 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌ તરફથી યશ ઠાકુર, સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.