LSG vs DC Score: લખનૌ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડની 5 વિકેટ

IPL 2023ની ત્રીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

gujarati.abplive.com Last Updated: 01 Apr 2023 11:51 PM
લખનૌની દિલ્હી સામે શાનદાર જીત

IPLની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું. IPLમાં લખનૌની દિલ્હી સામે આ સતત ત્રીજી જીત છે. અત્યાર સુધી તેને હારનો સામનો કરવો પડ્યો નથી. લખનૌએ ગત સિઝનમાં સતત બે મેચમાં દિલ્હીને હરાવ્યું હતું. માર્ક વૂડે 5 વિકેટ ઝડપી હતી. 


194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 143 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર તેના માટે અંત સુધી લડ્યો. તેણે 48 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાત ચોગ્ગા માર્યા. વોર્નરને લાંબા સમય સુધી બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. 

વોર્નર 28 રન બનાવી રમતમાં

દિલ્હી કેપિટલ્સની ટીમે 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 48 રન બનાવ્યા છે. દિલ્હીની ટીમે 78 બોલમાં જીત માટે 146 રનની જરુર છે. વોર્નર 28 રન બનાવી રમતમાં છે. 

દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ

લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લખનૌ તરફથી વેસ્ટ ઈન્ડિઝના કાઈલી મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

અક્ષરે કાયલ મેયર્સને આઉટ કર્યો

અક્ષર પટેલે 12મી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને મોટી સફળતા અપાવી હતી. તેણે ત્રીજા બોલ પર કાયલ મેયર્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. મેયર્સ 38 બોલમાં 73 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. મેયર્સ આઉટ થયા બાદ માર્કસ સ્ટોઇનિસ ક્રીઝ પર આવ્યો હતો

દિલ્હીને પહેલી સફળતા મળી

ચેતન સાકરિયાએ દિલ્હી કેપિટલ્સને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ચોથી ઓવરના છેલ્લા બોલ પર લખનૌના કેપ્ટન કેએલ રાહુલને આઉટ કર્યો હતો. રાહુલ 12 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલના આઉટ થયા બાદ દીપક હુડ્ડા ક્રિઝ પર આવ્યો. લખનૌએ ચાર ઓવરમાં એક વિકેટે 19 રન બનાવ્યા છે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (C), પૃથ્વી શો, મિશેલ માર્શ, રિલે રુસો, સરફરાઝ ખાન (WK), રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ ( C), કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (WK), આયુષ બદોની, માર્ક વૂડ, જયંત યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

IPLની 16મી સિઝનની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. લખનૌની કપ્તાની કેએલ રાહુલ પાસે છે. ગયા વર્ષે તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની કમાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના હાથમાં છે. કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની જગ્યાએ વોર્નરને કેપ્ટનશીપ મળી છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023 Score Live Updates: IPL 2023ની ત્રીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 
 


ટીમો


લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટ-કીપર), કાયલ મેયર્સ, દીપક હુડા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, પ્રેરક માંકડ, જયદેવ ઉનડકટ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, કૃષ્ણપ્પા ગૌતમ, સ્વપ્નિલ સિંહ, નવીન - ઉલ-હક, યશ ઠાકુર, ડેનિયલ સાયમ્સ, રોમારિયો શેફર્ડ, યુદ્ધવીર સિંહ ચરક, કરણ શર્મા, મયંક યાદવ, અમિત મિશ્રા, મનન વોહરા


દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (C), પૃથ્વી શો, મિશેલ માર્શ, ફિલિપ સોલ્ટ (WK), સરફરાઝ ખાન, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, અમન હકીમ ખાન, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા, મનીષ પાંડે, પ્રવીણ દુબે, મુકેશ કુમાર, કમલેશ નાગરકોટી, લલિત યાદવ, રિલે રોસોવ, રિપલ પટેલ, યશ ધુલ, વિકી ઓસ્તવાલ, અભિષેક પોરેલ 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.