નવી દિલ્હીઃ શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેલા જયર્વધનેએ ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માની પ્રસંશા કરી છે. સોમવારે જયવર્ધનેએ કહ્યું કે તે એક સ્વાભાવિક કેપ્ટન છે, આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરતા પહેલા તે ઘણીબધી માહિતી ભેગી કરે છે, અને પછી તેને મેદાનમાં ઉપયોગ કરે છે.

પૂર્વ શ્રીલંકના ક્રિકેટર મહેલા જયવર્ધને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કૉચ છે, અને રોહિત શર્મા ટીમનો કેપ્ટન છે. મુંબઇની ટીમ આઇપીએલમાં સૌથી સફળ ટીમોમાની એક છે.

મહેલા જયવર્ધનેએ સોની ટીવીને પિટ સ્ટૉપ શૉના ઇન્સ્ટાગ્રામ પેજ પર રોહિત શર્માની પ્રસંશા કરી, તેને કહ્યું રોહિત નિશ્ચિત રીતે એક સ્વાભાવિક કેપ્ટન છે, તેની સાથે તે ઘણીબધી માહિતી એકઠી કરે છે, અને આ જ તેનુ મજબૂત પાસુ છે.



તેને કહ્યું અમારી વચ્ચે લાંબી બેઠકો નથી થતી, જ્યારે બરાબર ના ચાલતુ હોય ત્યારે રણનીતિ બનાવીએ છીએ. પણ રોહિત કેટલીય વસ્તુઓ એકઠી કરી લે છે, અને તે બધી વસ્તુઓને જાણે છે, બાદમાં મેદાન પર તે ઉપયોગ પણ કરે છે, આ હંમેશા આ રીતે જ રમે છે.

મહેલા જયવર્ધનેએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ વાત કરી હતી. પૂર્વ શ્રીલંકન કેપ્ટને કહ્યું કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમ પાસે સારી બેટિંગ લાઇનઅપ છે, તેથી તેમનુ પલડુ ભારે રહેશે. આ સીરીઝ ભારતનો બેટિંગ ક્રમ અને ઓસ્ટ્રેલિયાના બૉલિંગ આક્રમણ વચ્ચેની સીરીઝ હશે.