વેલિંગટનઃ પાંચ ટી20 મેચોની સીરીઝમાં અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવી દીધુ છે. આ જીતની સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે આ સીરીઝમાં 3-2થી જીત મેળવવામાં સફળ રહી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે જોરદાર ઇનિંગ રમતા 71 રન ફટકાર્યા હતા. માર્ટિન ગપ્ટિલે આ ઇનિંગની સાથે જ ટી20 ક્રિકેટમાં રોહિત શર્માના મોટા રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો હતો.

આ મેચમાં ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે તાબડતોડ બેટિંગ કરી, તેને 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવામાં સફળ રહ્યું હતુ.

રોહિત શર્માથી આગળ નીકળ્યો માર્ટિન ગપ્ટિલ.....
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે ટી20 ઇન્ટરનેશનલમાં રોહિત શર્માને પછાડી દીધો છે. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માર્ટિલ ગપ્ટિલે અત્યારે સુધી 99 મેચો રમી છે, જેમાં 2 સદી અને 17 અડધી સદીની મદદથી 2839 રન બનાવ્યા છે. હવે માર્ટિન ગપ્ટિલ રનોના મામલામાં રોહિતથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી 108 મેચોમાં 4 સદી અને 17 અડધીસદીની મદદથી 2773 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન વિરાટ કોહલીના નામ છે, વિરાટે 2928 રન બનાવ્યા છે.

(પ્રતિકાત્મક તસવીર)