India vs New Zealand: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 પુરો થઇ ગયો છે, ક્રિકેટને નવુ ચેમ્પીયન તરીકે ઇંગ્લેન્ડ મળી ચૂક્યુ છે, હવે ફરી એકવાર ભારતીય ટીમનો નવો સફર શરૂ થઇ રહ્યો છે, ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ બાદ હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે બન્ને ટીમો સુપર 12 રાઉન્ડમાં ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલ હારીને ટી20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી.


હવે ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ ખાસ વાત છે કે ટીમે સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા છે. આ સીરીઝની શરૂઆત આગામી 18 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. રિપોર્ટ છે કે, કીવી ટીમે પોતાના બે સ્ટાર ખેલાડીઓ ઓપનર માર્ટિન ગપ્ટિલ અને ફાસ્ટ બૉલર ટ્રેન્ટ બૉલ્ટને બહાર રાખ્યા છે, કારણ છે કે આ બન્ને સીનીયરોને ભારતીય સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ બન્ને ખેલાડીઓ ભારત સામેની ટી20 અને વનડે સીરીઝ નહીં રમે. 


ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 વર્લ્ડકપ 2022ની ટૉપ ટીમો હતી, સુપર 12 રાઉન્ડમાં સારો દેખાવ કરીને સેમિ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનના હાથે હાર મળી, તો ભારતને ઇંગ્લેન્ડે હરાવ્યુ હતુ. જોકે, ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હાર આપીને ટ્રૉફી જીતી લીધી હતી. હવે ભારત સામેની સીરીઝમાં માર્ટિન ગપ્ટિલ અને ટ્રેન્ટ બૉલ્ટ નહીં રમે.




ભારત સામે કીવી ટીમ


ન્યૂઝીલેન્ડની T20 ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર. 


ન્યૂઝીલેન્ડની ODI ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી.