મુંબઇઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેારત થઇ ગઇ છે. ટીમમાં બે ફેરફોરો જોવા મળ્યો છે. જેમાં એક પૃથ્વી શૉ જેને રોહિત શર્માના બદલે ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે, જ્યારે બીજો ફેરફાર શુભમન ગીલનો છે, શુભમન ગીલને પહેલીવાર ટેસ્ટ ટીમમાં મોકો આપવામાં આવ્યો છે. જ્યારે કે એલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શુભમન ગીલ અને પૃથ્વી શૉ હાલ બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યાં છે. પૃથ્વી શૉએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર વર્ષ 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. તેને બે ટેસ્ટ મેચોમાં 237 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. જોકે, બાદમાં ડૉપિંગના આરોપો બાદ ટીમમાંથી સસ્પેન્ડ થયો હતો. હવે તેની ફરીથી વાપસી થઇ છે.



ન્યૂઝીલેન્ડ સામે ભારત બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાનુ છે, પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરીએ, અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે.



ભારતીય ટેસ્ટ ટીમ.....
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), હનુમા વિહારી, રિદ્દીમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, ઇશાંત શર્મા (જો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો તો)