Shreyas Iyer: ટીમ ઈન્ડિયાના દિવાળી સેલિબ્રેશન દરમિયાન કેટલીક તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીર શ્રેયસ સાથે જોવા મળેલી યુવતીની હતી. શ્રેયસે આ મિસ્ટ્રી ગર્લ સાથે ભારતીય ટીમની દિવાળી સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. આ ઘટનાની ઘણી તસવીરો અને વીડિયોમાં તે આ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. ત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શ્રેયસ હવે સિંગલ નથી.


શ્રેયસ હાલ  જેની સાથે સમય વિતાવી રહ્યો છે તેનું નામ ત્રિશા કુલકર્ણી હોવાનું કહેવાય છે. શ્રેયસ સાથે જોડાયેલા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ સર્ચ કર્યા બાદ આ માહિતી મળી હતી. આ દરમિયાન શ્રેયસ અને ત્રિશાની કેટલીક જૂની તસવીરો પણ મળી આવી હતી. એક તસવીરમાં આ કપલ શાર્દુલ ઠાકુર અને તેની પત્ની સાથે ડિનર કરતા જોવા મળે છે.


ત્રિશા લાઈમલાઈટથી દૂર રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ પ્રાઇવેટ અકાઉન્ટ છે. આવી સ્થિતિમાં, તેમના વિશે વધુ માહિતી એકઠી કરી શકાઈ નથી પરંતુ માનવામાં આવે છે કે આ કપલ રિલેશનશિપમાં છે. શ્રેયસ અય્યર માત્ર ત્રિશાને જ નહીં, ઐયરની બહેન શ્રેષ્ઠા પણ તેને ફોલો કરે છે.






હાલમાં જ ત્રિશા પણ સ્ટેડિયમમાં જોવા મળી છે. એક તસવીરમાં તે ભારતીય કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સાથે બેઠેલી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે શ્રેયસ ત્રિશાને લઈને ચાલી રહેલી અટકળોને ક્યારે ખતમ કરશે.