IND vs AUS World Cup 2023 Final: વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. પરંતુ જો ટાઇટલ મેચના દિવસે વરસાદ વિક્ષેપ પાડે તો શું? તો પછી કઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયન ગણાશે? આઈસીસીએ વર્લ્ડ કપ ફાઈનલ અને વરસાદને લઈને કયા નિયમો નક્કી કર્યા છે? ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે કે જો વરસાદ વિક્ષેપ ઉભો કરે તો પણ તે કદાચ ટાઇટલ મેચને અસર કરશે નહીં. આઈસીસીએ વર્લ્ડ કપ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે.


ICC એ રાખ્યો છે રિઝર્વ ડે


ICC રિઝર્વ ડેના નિયમ અનુસાર, જો વરસાદને કારણે 19 નવેમ્બરે રમત રમી શકાતી નથી, તો તે બીજા દિવસે રમાશે. આ સિવાય જ્યાં પહેલા દિવસે વરસાદને કારણે રમત બંધ કરવામાં આવી હતી, તે જ જગ્યાએથી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે ફરીથી રમત શરૂ થશે. ઉદાહરણ તરીકે, જો 19 નવેમ્બરે પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 22 ઓવર જ રમી શકે અને વરસાદથી મેચ બંધ રહે તો  બીજા દિવસે રમત અહીંથી રિઝર્વ ડે પર શરૂ થશે, એટલે કે, કોઈ ઓછી ઓવર નહીં હોય.


અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?


રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આછો તડકો રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.


ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત રીતે વિજેતા ક્યારે જાહેર કરી શકાય?


આઈસીસીના નિયમો અનુસાર, જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.


વર્લ્ડકપની ફાઇનલ હશે ખાસ, એર શોથી લઈને થશે આ વસ્તુ, જાણો સંપૂર્ણ વિગત


વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું થશે સન્માન, ફાઇનલ દરમિયાન સ્પેશિયલ બ્લેઝરથી સન્માન કરશે BCCI