જ્યારે ઓસ્ટ્રેલિયાને હાર મળવા છતાં તે પ્રથમ નંબરે યથાવત છે. જોકે કાંગારુ ટીમને હારથી થોડુ નુકશાન જરૂર થયુ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 77.4 ટકા મેચોમાં જીત નોંધાવી છે, અને આ કારણે નંબર વન પર યથાવત છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમની જીતથી, ટીમ ઇન્ડિયાની જીતની ટકાવારી 72.2 પર પહોંચી ગઇ છે, અને હવે તે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાની ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની સંભાવના ફરી એકવાર પ્રબળ થઇ ગઇ છે.
આ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર 62.5 ટકા મેચ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ છે, જ્યારે ઇંગ્લેન્ડ 60.4 ટકા મેચ જીત સાથે ચોથા નંબર પર છે. પાંચમા નંબર પર પાકિસ્તાનની ટીમ છે જેને 39.5 ટકા મેચ જીત મેળવી છે.