Social Media Funny Memes On Bazball: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 106 રને પરાજય થયો હતો. બેન સ્ટોક્સની આગેવાનીમાં બ્રિટિશ ટીમને 399 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું હતું. જોકે, ભારતની જીત બાદ 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે.


સોશિયલ મીડિયા યૂઝર્સ 'બેઝબૉલ' પર ખુબ જ ફની મીમ્સ શેર કરી રહ્યાં છે...


વળી, વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની હાર પછી 'બેઝબૉલ' સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર 'બેઝબૉલ'ની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. ફની મીમ્સ પણ શેર કરી રહ્યાં છે.


 


































 


મેચમાં શું થયું ?


વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી છે અને સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેઝબોલને પછાડી દીધા હતા. 'બેઝબોલ' એ ઈંગ્લેન્ડની બેટિંગની આક્રમક શૈલીનો ઉલ્લેખ કરે છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.


ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જાયસ્વાલની બેવડી સદીની મદદથી પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી.


ગિલની સદીના આધારે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી. ભારત વતી બેટિંગમાં યશસ્વી અને શુભમન બાદ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન પણ જોવા મળ્યા હતા. આ બંનેએ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.