IPL 2025, Indian Premier League, Brett Lee:  ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. 22 માર્ચથી IPL 2025 શરૂ થઈ રહી છે. લીગની ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે. બધી 10 ટીમોએ 18મી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ લીગની ચેમ્પિયન ટીમ વિશે મોટી આગાહી કરી છે.

Continues below advertisement


તમને જણાવી દઈએ કે IPLમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સના નામે છે. બંનેએ લીગમાં કુલ પાંચ-પાંચ ટ્રોફી જીતી છે. જ્યારે ગયા વર્ષના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 3 ટાઇટલ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલી સિઝન પછી પોતાનું પહેલું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.


જો બ્રેટ લીનું માનીએ તો, RCB આ વર્ષે પણ IPL ટ્રોફી જીતી શકશે નહીં. બ્રેટ લીએ કહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે IPL ટ્રોફી જીતી શકે છે. બ્રેટ લીએ એમઆઈને ચેમ્પિયન બનવા માટે શું કરવું પડશે તે પણ જણાવ્યું છે. બ્રેટ લી કહે છે કે આ વખતે ખિતાબ જીતવા માટે મુંબઈએ શરૂઆતથી જ મેચ જીતવી પડશે. ખરેખર, છેલ્લા કેટલાક સીઝનથી MI ની શરૂઆત સારી રહી નથી.


બ્રેટ લીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "છેલ્લા 4-5 વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે સામાન્ય રીતે જે થાય છે તે એ છે કે તેઓ પહેલી ચારથી પાંચ મેચ હારી જાય છે. હવે, મુંબઈએ આ બદલવું પડશે. જો આ ટીમ શરૂઆતની મેચોમાં સારો દેખાવ કરે છે અને પહેલી 5-6 મેચ જીતે છે, તો તેઓ પ્લેઓફ માટે મજબૂત સ્થિતિમાં હશે. જો મુંબઈ ઈન્ડિયન્સ આવું કરે છે, તો તેઓ પોતાનું છઠ્ઠું ટાઇટલ જીતી શકે છે." નોંધનિય છે કે, ગત સિઝનમાં હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જેનો ભારે વિરોધ પણ થયો હતો અને ટીમનું પ્રદર્શન પણ યોગ્ય રહ્યું નહોતું.


ચેન્નાઈ સુપર કિંગ્સ અંગે બ્રેટ લીએ કહ્યું, "ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ટીમને ફરીથી બનાવી રહ્યા છે. તેના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ જતા રહ્યા છે, જ્યારે નવા ખેલાડીઓ આવ્યા છે. તેમના માટે તેમના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ પલળું ચેન્નાઈ કરતા ભારે છે." તમને જણાવી દઈએ  કે, ચેન્નાઆએ પણ કેપ્ટન્સીમાં ફેરફાર કર્યો હતો. ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન્સી સોપી છે.