MI vs DC: મુંબઈએ દિલ્હીને 29 રને હરાવ્યું, આ સિઝનની મળી પહેલી જીત
MI vs DC Live Score Updates: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તમે આ મેચના લાઈવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં તેમના હોમ ફેન્સ સામે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. IPL 2024માં MIની આ પહેલી જીત છે, આ પહેલા ટીમ સતત 3 મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી માટે પૃથ્વી શૉએ 40 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જ્યારે અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મહત્વની ઈનિંગ્સ પણ ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. એમઆઈ માટે રોહિત શર્માએ 49 રન, ઈશાન કિશને 42 રન બનાવ્યા અને છેલ્લી ઓવરોમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે સિક્સર ફટકારી. નોંધનિય છે કે, હાર્દિક પંડ્યાએ બે દિવસ પહેલાં જ સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા. જેથી ફેન્સ કહી રહ્યા છે કે, આખરે હાર્દિક પંડ્યા પર સોમનાથ દાદાની કૃપા વરસી છે.
મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક જઈ રહી છે. દિલ્હી માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમની ચોથી વિકેટ પડી. કેપ્ટન ઋષભ પંત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. પૃથ્વી શો સારી ઇનિંગ બાદ આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને શિકાર બનાવ્યો હતો. પૃથ્વી 40 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 124 રનની જરૂર છે.
પૃથ્વી શૉએ જોરદાર બેટિંગ કરીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 33 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક પોરેલ 17 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીને જીતવા માટે 66 બોલમાં 151 રનની જરૂર છે.
દિલ્હીએ 6 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 46 રન બનાવી લીધા છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 189 રનની જરૂર છે. પૃથ્વી શૉ 22 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક પોરેલ 8 રન બનાવીને ક્રિઝ પર છે. મુંબઈના બોલરો વિકેટની શોધમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં બોલરોનું ક્લાસ લાગવ્યો હતો. શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 33 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. નોર્ખિયાએ પંડ્યાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી. ઈશાન કિશન 23 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે ઈશાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઇનિંગમાં અક્ષરની આ બીજી વિકેટ હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. મુંબઈએ 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે. ઈશાન કિશન 21 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. 10 બોલમાં 14 રન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા સંઘર્ષ કરી રહ્યો છે.
સૂર્ય ઘણા સમય પછી બેટિંગ કરવા આવ્યો અને શૂન્ય પર આઉટ થયો. નોર્ખિયાએ સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી. મુંબઈએ 7.3 ઓવરમાં 81 રન બનાવ્યા છે.
રોહિત શર્માએ ચોથી ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. તે 14 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 10 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 4 ઓવર પછી કોઈપણ નુકસાન વિના 46 રન બનાવી લીધા છે.
રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, જાય રિચર્ડસન, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, એનરિક નોર્કિયા.
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. રિચર્ડસન અને કુમાર કુશાગ્રને ડેબ્યૂ કરવાની તક મળી છે.
બ્રેકગ્રાઉન્ડ
MI vs DC Live Score: IPL 2024ની 20મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. આ મેચ દ્વારા મુંબઈની નજર સિઝનની તેની પ્રથમ જીત પર હશે, જ્યારે દિલ્હી તેની બીજી જીત નોંધાવવા પ્રયાસ કરશે.
મુંબઈએ અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેને માત્ર હાર મળી છે. બીજીતરફ, દિલ્હી કેપિટલ્સે 4 મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો પૂરી તૈયારી સાથે એકબીજા સામે ઉતરવા માંગશે. તો ચાલો જાણીએ કે આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, મેચની આગાહી અને વાનખેડેની પીચ રિપોર્ટ શું હોઈ શકે છે.
પીચ રિપોર્ટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ ખાસ કરીને ટી-20માં બેટ્સમેનો માટે અનુકૂળ છે. પરંતુ અહીં આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી એકમાત્ર મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. રાજસ્થાન સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં માત્ર 125/9 રન બનાવ્યા હતા. પરંતુ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને 15.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જોકે, હજુ પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં અહીં બેટિંગ ફ્રેન્ચાઈઝી પિચ ઉપલબ્ધ થશે.
મેચ પ્રિડિક્શન
અત્યાર સુધી IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. ટીમને ત્રણમાંથી ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજીતરફ દિલ્હી માટે અત્યાર સુધી સિઝન કંઈ ખાસ રહી નથી. ટીમ ચારમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. દિલ્હીએ તેની એકમાત્ર જીત ચેન્નાઈ સામે નોંધાવી હતી. ચેન્નાઈને હરાવનાર દિલ્હીનો આત્મવિશ્વાસ ચોક્કસ હશે. આવી સ્થિતિમાં અમારું અનુમાન મીટર કહે છે કે આ મેચમાં દિલ્હીની ટીમ મુંબઈ પર પ્રભુત્વ જમાવશે.
મુંબઇ ઇન્ડિયનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રૂઈસ, જસપ્રીત બુમરાહ, પિયૂષ ચાવલા, ગેરાલ્ડ કૉએત્ઝી, ટિમ ડેવિડ, ઈશાન કિશન (વિકેટકીપર), આકાશ માધવાલ, ક્વેના મફાકા, સૂર્યકુમાર યાદવ.
ઇમ્પેક્ટ પ્લેયર - નમન ધીર.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્કિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ અને જેક ફ્રેઝર મેકગર્ક.
ઇમ્પેક્ટ પ્લેયર- અભિષેક પોરેલ
- - - - - - - - - Advertisement - - - - - - - - -