IPL 2021ની 24મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી છે.  રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા મુંબઈને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો 


 



રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી સરળતાથી ટાર્ગેટ હાંસિલ કર્યો હતો



મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ઈશાન કિશનની જગ્યાએ નેથન કુલ્ટર નાઈલને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું છે. કુલ્ટર નાઈલ આ સીઝનની પ્રથમ મેચ રમશે.


 


મુંબઈ પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, કે. પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને નેથન કુલ્ટર નાઈલ


રાજસ્થાન પ્લેઈંગ ઈલેવન -  સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, શિવમ દુબે, ડેવિડ મિલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનાદકટ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા