વુમન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મુંબઈ સતત પાંચ મેચ જીતીને સીધી ફાઇનલમાં પહોંચવાની સ્થિતિમાં હતું. જોકે, છેલ્લી ત્રણમાંથી બે મેચ હાર્યા બાદ તેઓને એલિમિનેટર રમવાની ફરજ પડી હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે આજે સાંજે 7:30 વાગ્યાથી નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનારી મેચમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવવી પડશે.
લીગ સ્ટેજમાં બંન્નેએ એક-બીજાને હરાવ્યા છે. પ્રથમ મેચમાં મુંબઈએ એકતરફી જીત નોંધાવી હતી, જ્યારે બીજી મેચમાં યુપીએ પણ મુંબઇને સરળતાથી હરાવ્યું હતું. યુપીએ જ મુંબઈના વિજય રથને રોક્યો અને સતત પાંચ જીત બાદ પ્રથમ હાર આપી હતી. તાહલિયા મેકગ્રા (295) અને એલિસા હીલી (242) સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટર્સમાં સામેલ છે. આ સિવાય યુપીની ટીમ ફરી એકવાર ગ્રેસ હેરિસ (216) પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રાખશે. મુંબઈની ટીમ હેલી મેથ્યુસ (232) અને કેપ્ટન હરમનપ્રીત (230) પર વધુ નિર્ભર રહેશે. બોલરોની યાદીમાં યુપીની સોફી એક્લેસ્ટોન ટોપ પર છે. અમેલિયા કૈર (13 વિકેટ) અને સાયકા ઈશાક (13 વિકેટ) પણ મુંબઈ માટે ઘણી મેચો જીતી ચૂકી છે.
ડીવાય પાટિલ સ્ટેડિયમનો પીચ રિપોર્ટ -
ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ ખાસ છે, આને બેટિંગ પીચ કહેવામાં આવે છે. જોકે, આ બૉલર્સને પણ ખુબ સપોર્ટ કરી રહી છે, પરંતુ અહીં સારો સ્કૉર રહેવાની પુરેપુરી આશા રહે છે. ટી20 ડૉમેસ્ટિકમાં આ પીચ પર હાઇએસ્ટ સ્કૉર 187 રનોનો રહ્યો છે. વળી, સૌથી ઓછો સ્કૉર 112 રનોનો રહ્યો છે.
ક્યારે રમાશે. યૂપી વૉરિયર્સની-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે 24 માર્ચે મેચ રમાશે.
ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલી ટીમો વચ્ચેની મેચ ?
યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?
યૂપી વૉરિયર્સ-મુંબઇ ઇન્ડિયન્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.