MIW vs DCW: મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું છે. છેલ્લા બોલે 5 રનની જરુર હતી ત્યારે એસ સજાનાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. મુંબઈ તરફથી યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રિતે ફિફ્ટી ફટકારી હતી.
ટોસ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો અને દિલ્હીની ઓપનર બેટ્સમેન શેફાલી વર્મા 1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગઈ. ત્યાંથી મેગ લેનિંગ અને એલિસ કેપ્સીએ ચાર્જ સંભાળ્યો.
લેનિંગ 31 રન બનાવીને આઉટ થઈ હતી. કેપ્સીએ 36 બોલનો સામનો કરીને પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી પણ તેણે લડત ચાલી રહી છે. તેને જેમિમાહ રોડ્રિગ્સનો ટેકો મળ્યો હતો. રોડ્રિગ્સે 24 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્સી 53 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો હતો.
મેરિજાન કેપે 9 બોલનો સામનો કરીને 16 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને 5 વિકેટે 171 રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચાડી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નતાલી સીવર અને એમેલિયા કેરે 2-2 વિકેટ લીધી હતી. શબનમ ઈસ્માઈલને પણ 1 સફળતા મળી હતી.
જવાબમાં ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. હેલી મેથ્યુઝ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ હતી. અહીંથી નતાલી સીવર અને યાસ્તિકા ભાટિયાએ સ્કોર આગળ ધપાવ્યો હતો. બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન નતાલી 19 રન બનાવીને અણનમ રહી હતી.
યાસ્તિકા ભાટિયાએ તોફાની શૈલીમાં રમતા 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 57 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેમના પછી હરમનપ્રીતે ચાર્જ સંભાળ્યો. હરમને તોફાની ફિફ્ટી ફટકારી હતી પરંતુ છેલ્લી ઓવરમાં 34 બોલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મુંબઈને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. સજનાએ સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક જીત અપાવી હતી.