MI New York vs San Francisco Unicorns: મેજર ક્રિકેટ લીગ 2023 સીઝનની બીજી મેચમાં MI New York નો સામનો San Francisco Unicorns સામે થશે. કિરોન પોલાર્ડ MI ન્યૂયોર્કનો કેપ્ટન હશે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ખેલાડી એરોન ફિન્ચ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.  કિરોન પોલાર્ડ ઉપરાંત, MI ન્યૂયોર્કના ફેન્સ ડેવાલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, રાશિદ ખાન, કગિસો રબાડા અને ટ્રેન્ટ બોલ્ડ જેવા ખેલાડીઓ પર નજર રાખશે. જ્યારે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સમાં માર્કસ સ્ટોઈનિસ, શાદાબ ખાન, હરિસ રૌફ અને મેથ્યુ વેડ જેવા મહાન ખેલાડીઓ છે.


મેચ ક્યારે રમાશે?


MI ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ વચ્ચેની મેચ ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમ ટેક્સાસમાં રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચમાં ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં ટેક્સાસ સુપર કિંગ્સે એન્જિલ્સ નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. આ સીઝનની બીજી મેચ હશે. જોકે, બંને ટીમો જીત સાથે સીઝનની શરૂઆત કરવા ઈચ્છે છે.






ક્યાં જોઇ શકશો લાઇવ મેચ?


ભારતીય ચાહકો MI ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકશે. જ્યારે આ ટુર્નામેન્ટની મેચ સ્પોર્ટ્સ-18 પર લાઈવ જોઈ શકાશે. ખરેખર, મેજર ક્રિકેટ લીગ 2023 સીઝનના મીડિયા અધિકારો સ્પોર્ટ્સ-18 પાસે છે.


MI ન્યૂયોર્કની ટીમ


અહસાન આદિલ, હમ્માદ આઝમ, સાઈદીપ ગણેશ, શયાન જહાંગીર, નોથુશ કેનજિગે, સરબજીત લડ્ડા, મોનાંક પટેલ, જેસી સિંહ, સ્ટીવન ટેલર, જેસન બેહરેનડોર્ફ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવાલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, રાશિદ ખાન, કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન , કગીસો રબાડા , ડેવિડ વિઝ


સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની ટીમ


એરોન ફિન્ચ (કેપ્ટન) માર્કસ સ્ટોઈનિસ, લુંગી એનગીડી, કૈસ અહમદ, ફિન એલન, મેકેન્ઝી હાર્વે, શાદાબ ખાન, હેરિસ રૌફ, મેથ્યુ વેડ, કોરી એન્ડરસન, અમિલા એપોન્સો, ચૈતન્ય બિશ્નોઈ, બ્રોડી કાઉચ, સંજય કૃષ્ણમૂર્તિ, કારમી લે રોક્સ, એસ. પટેલ, , લિયામ પ્લંકેટ , તજિન્દર સિંઘ , ડેવિડ વ્હાઇટ           


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial