Mohammed Shami On Hardik Pandya: તાજેતરમાં જ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. અગાઉ તે ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ સતત બે વખત ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે આ ઓલરાઉન્ડર મુંબઇ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાને ગુજરાત ટાઈટન્સ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. શુભમન ગિલ IPL 2024 સીઝનમાં ગુજરાત ટાઇટન્સની આગેવાની કરતો જોવા મળશે.


'કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી...


પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હાર્દિક પંડ્યા વિના ગુજરાત ટાઇટન્સ વધુ સારું પ્રદર્શન કરી શકશે ? આ સવાલનો જવાબ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આપ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મોહમ્મદ શમી જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક પત્રકાર મોહમ્મદ શમીને પૂછી રહ્યો છે કે હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સમાંથી નીકળ્યા પછી કેટલો ફરક પડશે? આ સવાલના જવાબમાં મોહમ્મદ શમીનું કહેવું છે કે જો કોઈ છોડી દે તો 'કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી...


મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ કર્યો છે



ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આઈપીએલની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ  પાસેથી ટ્રેડ કર્યો હતો.  ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન, જે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બન્યો હતો. જોકે, હાર્દિક પંડ્યા તેની જૂની ટીમમાં પાછો ફર્યો છે. હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. તે પ્રથમ વખત IPL 2015ની સિઝનમાં રમ્યો હતો.  


હાર્દિક પંડ્યા અત્યાર સુધી ગુજરાતના કેપ્ટન તરીકે રમતો હતો. પણ હવે તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યાં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ફેન્સ નારાજ થઈ ગયા છે.