Most Wickets in Asia Cup: એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે.  ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપની શરૂઆત પહેલા જાણો આ ટૂર્નામેન્ટમાં કયા બોલરોનો દબદબો છે.

આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે. છેલ્લો એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો. એશિયા કપના વનડે ફોર્મેટમાં શ્રીલંકાના બોલરોનો દબદબો રહ્યો છે. એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. આ રેકોર્ડની ટોપ-5 યાદીમાં કોઈ ભારતીય નથી.

એશિયા કપના વનડે ફોર્મેટના ઈતિહાસમાં શ્રીલંકાના બોલરોનો દબદબો રહ્યો છે. સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 બોલરમાંથી ચાર શ્રીલંકાના છે. ટોપ-5માં એક પાકિસ્તાની બોલર પણ સામેલ છે.

એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર-

1- મુથૈયા મુરલીધરન - 24 મેચ - 30 વિકેટ

2- લસિથ મલિંગા - 14 મેચ - 29 વિકેટ

3- અજંતા મેન્ડિસ - 8 મેચ - 26 વિકેટ

4- સઈદ અજમલ - 12 મેચ - 25 વિકેટ

5- ચામિંડા વાસ - 19 મેચ - 23 વિકેટ

6- ઈરફાન પઠાણ - 12 મેચ - 22 વિકેટ

7- સનથ જયસૂર્યા - 25 મેચ - 22 વિકેટ

8- અબ્દુલ રઝાક - 28 મેચ - 22 વિકેટ

9- રવિન્દ્ર જાડેજા - 14 મેચ - 19 વિકેટ

10- શાકિબ અલ હસન - 13 મેચ - 19 વિકેટ.

એશિયા કપ 2023 શેડ્યૂલ

30 ઓગસ્ટ: પાકિસ્તાન Vs નેપાળ, મુલતાન31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિ શ્રીલંકા, કેન્ડી2 સપ્ટેમ્બર: પાકિસ્તાન Vs ભારત, કેન્ડી4 સપ્ટેમ્બર: ભારત Vs નેપાળ, કેન્ડી5 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન Vs શ્રીલંકા, લાહોર

સુપર-4

6 સપ્ટેમ્બર: A1 Vs B2, લાહોર9 સપ્ટેમ્બર: B1 Vs B2, કોલંબો10 સપ્ટેમ્બર: A1 Vs A2, કોલંબો12 સપ્ટેમ્બર: A2 Vs B1, કોલંબો14 સપ્ટેમ્બર: A1 Vs B1, કોલંબો15 સપ્ટેમ્બર: A2 Vs B2, કોલંબો

17 સપ્ટેમ્બર: ફાઇનલ, કોલંબો.  

એશિયન ક્રિકેટનો મહાકુંભ એટલે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે.  ટીમ ઇન્ડિયા 2023 એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. 17 સપ્ટેમ્બરના રોડ ફાઈનલ મેચ કોલંબોમાં રમાશે. 

 

શું તિલક વર્મા ડેબ્યૂ કરશે?

યુવા બેટ્સમેન તિલક વર્માને 2023 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું તિલક પાકિસ્તાન સામે ડેબ્યૂ કરશે. બેટ્સમેન તિલક ચોથા નંબર પર બેટિંગ કરવાનો દાવેદાર છે. જો શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પાકિસ્તાન સામેની મેચ માટે ફિટ નથી તો તિલક ડેબ્યૂ કરી શકે છે.